Anand agricultural university Recruitment : ગુજરાતમાં સારા પગારની અને સારી પોસ્ટ વાળી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ સમાચાર કામના છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત કુલ 180 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી અંગે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાની શરુઆતની તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા – આણંદ કૃષિ યુનિવર્સિટી
પોસ્ટ – વિવિધ
જગ્યા – 180
એપ્લિકેશન મોડ – ઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ – 20-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખ – 20-1-2025
ક્યાં અરજી કરવી – www.aau.in
આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી, પોસ્ટની વિગત
પ્રોફેસર અથવા તેની સમકક્ષ – 39
એસોસિએટ પ્રોફેસર અથવા તેની સમકક્ષ – 75
આસિસ્ટન્ટ પ્રોફેસર અથવા તેની સમકક્ષ – 66
કુલ – 180
શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા
આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા અન્ય લાયકાત સહિતની વિગતવાર માહિતી સંસ્થાની વેબસાઈટ www.aau.in ઉપર તારીખ 20-12-2024ના રોજ બપોરે 12 વાગ્યે મુકવામાં આવશે.
ઉમેદવારોને સૂચન છે કે આ ભરતી માટે 20-12-2024થી અરજી કરી શકાશે જે 20-1-2025 તારીખ સુધી ચાલશે. અરજી કરતા પહેલા સંસ્થાની વેબસાઈટ ઉપર આવેલી વિગતો ધ્યાનપૂર્વક વાંચવું.