BOB Recruitment 2024: બેન્ક ઓફ બરોડામાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ખુશ ખબર છે. બેન્ક ઓફ બરોડા દ્વારા વિવિધ જગ્યાઓ માટે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જે ઉમેદવાર બેન્કની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે, તે સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
BOBની આ ભરતી દ્વારા કુલ 1267 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં મેનેજર અને અન્ય પદ સામેલ છે. આ માટે 28 ડિસેમ્બરથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમે પણ અહીં અરજી કરવાનું વિચારી રહ્યાં છો, તો 17 જાન્યુઆરી સુધી કે તે પહેલા અરજી કરી શકો છો.
ખાલી જગ્યાઓની વિગતો
ગ્રામીણ અને કૃષિ બેંકિંગ – 200 જગ્યાઓ
રિટેલ લાઇબિલિટિઝ – 450 જગ્યાઓ
MSME બેન્કિંગ – 341 જગ્યાઓ
માહિતી સુરક્ષા – 9 જગ્યાઓ
સુવિધા વ્યવસ્થાપન- 22 જગ્યાઓ
કોર્પોરેટ અને સંસ્થાકીય ધિરાણ – 30 જગ્યાઓ
ફાયનાન્સ – 13 જગ્યાઓ
ઇન્ફોર્મેશન ટેકનોલોજી – 177 જગ્યાઓ
એન્ટરપ્રાઇઝ ડેટા મેનેજમેન્ટ ઓફિસ – 25 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
બેન્ક ઓફ બરોડા ભરતી 2024 હેઠળ જે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેની પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જરૂરી છે.
અરજી ફી
સામાન્ય/EWS/OBC ઉમેદવારો માટેની અરજી ફી- રૂ. 600 + ટેક્સ
SC/ST/PWD/મહિલા ઉમેદવારો માટે અરજી ફી – રૂ. 100
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે. તમે આને નીચે વિગતવાર જોઈ શકો છો.
ઓનલાઈન ટેસ્ટ: કુલ પ્રશ્નો: 150 કુલ ગુણ: 225 સમય અવધિ: 150 મિનિટ પ્રશ્નપત્ર માત્ર અંગ્રેજી ભાષા વિભાગ સિવાય અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે. સાયકોમેટ્રિક ટેસ્ટ આ પરીક્ષા વૈકલ્પિક હોઈ શકે છે. ગ્રુપ ડિસ્કશન અથવા ઇન્ટરવ્યુ ઓનલાઈન ટેસ્ટમાં સફળ થયેલા ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.