Canara Bank Job Recruitment: કેનરા બેન્કમાં નોકરીની તક, 2.25 લાખ સુધીનો પગાર, આજે જ અરજી કરો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Canara Bank Job Recruitment: બેન્કમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક છે. કેનરા બેન્કમાં વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. ફાયદાની વાત એ છે કે, આ જગ્યાઓ માટે પસંદગી પામનાર ઉમેદવારને 150000 થી લઈને 225000 સુધીનો પગાર મળશે. આ ભરતીની સંપૂર્ણ માહિતી કેનરા બેન્કની સત્તાવાર વેબસાઇટ canarabank.com પર ચેક કરી શકે છે.

જગ્યાની વિગતો

- Advertisement -

કેનરા બેન્કના સ્પેશિયલ ઓફિસરની કુલ 60 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવાર પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બી.ઈ. કે બી.ટેક.ની ડિગ્રી હોવી જરૂરી છે. આ સિવાય ઉમેદવારની મહત્તમ વય 35 વર્ષ સુધીની હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

- Advertisement -

કેનરા બેન્કમાં સ્પેશિયલ ઓફિસરની જગ્યા પર સિલેક્શન માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવી પડશે. ત્યારબાદ તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ થશે. પછી જ ઉમેદવારનું ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે. આ જગ્યાઓ પર પસંદગી પામનાર ઉમેદવારને 150000 થી લઈને 225000 રૂપિયા સુધીનો પગાર મળશે.

અરજી પ્રક્રિયા

- Advertisement -

જો તમે આ નોકરી માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે એ જાણવું જરૂરી છે કે, આ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે. અરજી માટે તમારી પાસે ગ્રેજ્યુએશનની માર્કશીટ, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, મોબાઇલ નંબર, ઈમેલ, આઈડી, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરેની જરૂર પડશે. અરજી માટે સૌપ્રથમ કેનરા બેન્કની વેબસાઇટ canarabank.com પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ તમને એક એનરોલમેન્ટ નંબર મળશે. જેનો ઉપયોગ કરીને તમે અન્ય વિગતો ભરી શકો છો.

Share This Article