DFCCIL Recruitment 2025: ભારતીય રેલવેમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL), જે ભારતીય રેલવેની મહત્વપૂર્ણ સંસ્થા છે, તેણે 2025 માટેની વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. DFCCIL ભારતમાં ફ્રેઇટ કોરિડોરના નિર્માણ, સંચાલન અને જાળવણી માટે જવાબદાર છે, જે સ્પીડ, સુરક્ષા અને કાર્યક્ષમતા સુધારવાના મુખ્ય ઉદ્દેશ સાથે કામ કરે છે.
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 642 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નોકરી વાંચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ dfccil.com જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2025 નક્કી કરવામાં આવી છે.
જગ્યાની વિગતો
• જ્યુનિયર મેનેજર (ફાઇનાન્સ): 03
• એક્ઝિક્યુટિવ (સિવિલ): 36
• એક્ઝિક્યુટિવ (ઈલેક્ટ્રિકલ): 64
• એક્ઝિક્યુટિવ (સિગ્નલ અને ટેલિકોમ): 75
• મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS): 464
શૈક્ષણિક લાયકાત
• જ્યુનિયર મેનેજર (ફાઇનાન્સ): સંબંધિત ક્ષેત્રમાં બેચલર ડિગ્રી સાથે ઓછામાં ઓછા 60% માર્ક્સ.
• એક્ઝિક્યુટિવ (સિવિલ/ઈલેક્ટ્રિકલ/સિગ્નલ અને ટેલિકોમ): સંબંધિત ક્ષેત્રમાં 3 વર્ષનું એન્જિનિયરિંગ ડિપ્લોમા સાથે ઓછામાં ઓછા 60% માર્ક્સ.
• મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS): મેટ્રિક્યુલેશન સાથે 1 વર્ષનું NCVT/SCVT માન્ય ITI કોર્સ પૂર્ણ કરેલું હોવું જરૂરી છે અને તેમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ હોવા જોઈએ.
વય મર્યાદા
• ન્યુનત્તમ વય: 18 વર્ષ
• મહત્તમ વય: 33 વર્ષ
અરજી ફી
• જનરલ/OBC/EWS (એક્ઝિક્યુટિવ): ₹1000
• જનરલ/OBC/EWS (MTS): ₹500
• SC/ST/PwD/ESM: કોઈ ફી નહીં
પસંદગી પ્રક્રિયા
1. કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT)
2. ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET)
3. દસ્તાવેજ ચકાસણી
4. મેડિકલ પરીક્ષણ
અરજી કેવી રીતે કરવી?
1. સત્તાવાર વેબસાઈટ dfccil.com પર જાઓ.
2. કેરિયર ઓપ્શન પર ક્લિક કરો અને DFCCIL ભરતી 2025 શોધો.
3. અરજી ઓનલાઈન પર ક્લિક કરો.
4. અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
5. નક્કી કરેલી સમયમર્યાદામાં ઓનલાઈન પેમેન્ટ કરો.
6. અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લઈ લો.
મહત્વપૂર્ણ તારીખો:
• અરજી શરૂ થવાની તારીખ: 18 જાન્યુઆરી 2025
• અરજીની અંતિમ તારીખ: 16 ફેબ્રુઆરી 2025
આ વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રમાં નોકરી માટે આદર્શ તક છે. આજે જ અરજી કરો.