Dudhsagar Dairy Vacancy: મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ’ યુનિયન લિમિટેડ, જે દૂધસાગર ડેરી તરીકે જાણીતું છે, 48 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. લાયક ઉમેદવારોને આ પદ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની વિગતો નીચે આપેલ છે.
દૂધસાગર ડેરીમાં કામ કરવા ઉત્સુક ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ’ યુનિયન લિમિટેડ દ્વારા કુલ 48 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે ઉમેદવાર 23 જાન્યુઆરી સુધી ઓફલાઈન અરજી કરી શકે છે.
જગ્યાનું વિગતો:
• કેમિસ્ટ/માઇક્રોબાયોલોજિસ્ટ/સુપરવાઇઝર
• સોસાયટી સુપરવાઇઝર/ડેટા એન્ટ્રી ઓપરેટર
કુલ ખાલી જગ્યાઓ: 48
શૈક્ષણિક લાયકાત:
• કેમિસ્ટ/માઇક્રોબાયોલોજિસ્ટ/સુપરવાઇઝર:
• B.Sc અથવા M.Sc (કેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી)
• B.Com અથવા B.A.
સોસાયટી સુપરવાઇઝર/ડેટા એન્ટ્રી ઓપરેટર:
• B.Sc, B.Com અથવા B.A.
આ જગ્યા માટે અરજી કરતા ઉમેદવારોએ પાસે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ડિગ્રી મેળવી હોવી જોઈએ.
વય મર્યાદા:
• કેમિસ્ટ/માઇક્રોબાયોલોજિસ્ટ/સુપરવાઇઝર: 35 વર્ષ સુધી
• સોસાયટી સુપરવાઇઝર/ડેટા એન્ટ્રી ઓપરેટર: 35 વર્ષ સુધી
અરજી ફી:
સામાન્ય, OBC, અને SC વર્ગના ઉમેદવારો માટે કોઈ ફી લાગશે નહીં.
અરજી કરવાની પ્રક્રિયા:
1. લાયક ઉમેદવારોએ તેમના બાયોડેટા સાથે તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ સાથે અરજી મોકલવી રહેશે.
2. અરજી નીચેના સરનામે મોકલવી:
જનરલ મેનેજર (HR, Admin & Comm.),
મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ’ યુનિયન લિમિટેડ,
હાઇવે રોડ, મહેસાણા – 384002 (ગુજરાત).
3. લિફાફાના ઉપર “અરજી કરેલા પદનું નામ” લખવું જરૂરી છે.
4. GCMMF અને તેની સહયોગી યુનિયનના કર્મચારીઓને ઇન્ટરવ્યુ વખતે NOC રજૂ કરવી જરૂરી છે.
મહત્વપૂર્ણ તારીખો:
• અરજી શરૂ થવાની તારીખ: 13 જાન્યુઆરી 2025
• અરજીની અંતિમ તારીખ: 23 જાન્યુઆરી 2025
સૂચનાઓ:
ઉમેદવારોએ યોગ્ય રીતે ફોર્મ ભરવું, તમામ જરૂરી દસ્તાવેજો જોડવા અને સમય મર્યાદા સુધી અરજી પહોંચાડવાની ખાતરી કરવી. આજે જ અરજી કરો અને આ તક ચૂકોશો નહીં. અરજી કરવા માટે માત્ર એક જ દિવસ બાકી છે.