Gujarat Police Recruitment: ગુજરાતમાં પોલીસ ભરતી શરૂ, 12,472 પદો માટે પરીક્ષા તારીખો જાહેર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gujarat Police Recruitment: ગુજરાત રાજ્યમાં પોલીસ દળમાં ભરતી પ્રક્રિયા માટે ગૃહવિભાગ દ્વારા નિર્ણાયક પગલાં લેવાયા છે. 7 માર્ચ, 2024ના સરકારના ઠરાવ અનુસાર, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર માટે કુલ 12,472 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે.

જગ્યાઓનો વિસ્તાર

- Advertisement -

1. પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI): 472 જગ્યાઓ (પુરુષ અને મહિલા).

2. લોકરક્ષક કેડર: 12,000 જગ્યાઓ, જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF, અને જેલ સિપોઇનો સમાવેશ થાય છે.

- Advertisement -

શારીરિક ક્ષમતા અને માપ કસોટી (PET/PST)

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ જાહેરાત મુજબ, કુલ 10,73,786 ઉમેદવારોને રાજ્યના 15 પસંદગીઅધિન મહત્તમ પરીક્ષા કેન્દ્રો પર શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે બોલાવવામાં આવ્યા છે.

- Advertisement -

પુરુષ ઉમેદવારો માટે:

• PSI અને PSI/લોકરક્ષક કેડર (બોથ): 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, 2025.

• ફક્ત લોકરક્ષક કેડર: 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2025.

મહિલા અને માજીસૈનિક ઉમેદવારો માટે:

• PSI અને PSI/લોકરક્ષક કેડર (બોથ): 8 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી, 2025.

• ફક્ત લોકરક્ષક કેડર: 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2025.

• માજીસૈનિક ઉમેદવારો: 28 અને 29 જાન્યુઆરી, 2025.

સૂચન અને વ્યવસ્થા

1. જમાવટ: દરેક ગ્રાઉન્ડના ઇન્ચાર્જ તરીકે પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. સાથે, 96 DYSP, PI, PSI, અને HC/PCની મદદ રહેશે.

2. મોનીટરીંગ અને સુપરવિઝન: દરેક ગ્રાઉન્ડ પર DIGP/IGP કક્ષાના અધિકારીઓ સુપરવિઝન સંભાળશે, જ્યારે ગાંધીનગરમાં સેન્ટ્રલ કંટ્રોલરૂમ દ્વારા તમામ પ્રક્રિયાનું મોનીટરીંગ કરવામાં આવશે.

3. માપણી પ્રક્રિયા: શારીરિક માપ કસોટી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.

આ પ્રક્રિયા ગુજરાતમાં પોલીસ દળની કામગીરીને મજબૂત બનાવવા અને વધુ કર્મચારીઓનો સમાવેશ કરવા માટે મહત્વપૂર્ણ છે. ઉમેદવારો માટે આ નિર્ણય તકોની નવી દિશા ખુલી છે.

Share This Article