Highest Pay in India: ભારત સરકારના સૌથી વધુ પગારધારી કોણ? જાણો વિગત

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Highest Pay in India: મોટાભાગના લોકોની ઈચ્છા હોય છે કે, તેમને એક સરકારી નોકરી મળી જાય, કેમ કે સરકારી નોકરીના ફાયદા અને સુરક્ષા ખાનગી નોકરી કરતા અનેક ગણા વધુ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, આપણા દેશમાં એવી કઈ સરકારી નોકરી કે સરકારી પદ છે જેના પર રહેલા વ્યક્તિને સૌથી વધુ પગાર એટલે કે સરકારી ભથ્થું મળે છે? જો તમે નથી જાણતા તો આવો અમે આપને જણાવીએ.

કોને મળે છે સૌથી વધુ પગાર?

- Advertisement -

ભારતના રાષ્ટ્રપતિનું પદ આપણા દેશમાં સૌથી મોટું અને મહત્વનું માનવામાં આવે છે. રાષ્ટ્રપતિને દેશના પ્રમુખ માનવામાં આવે છે અને તેમની જવાબદારી માત્ર ઔપચારિક નથી હોતી, પરંતુ તેઓ ઘણાં મહત્વપૂર્ણ નિર્ણય પણ લે છે. તેઓ કાયદાઓ પર હસ્તાક્ષર કરે છે અને ભારતનું આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રતિનિધિત્વ કરે છે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ભારતના સર્વોચ્ચ પદાધિકારી હોય છે અને તેમને સરકાર તરફથી સૌથી વધુ પગાર મળે છે. તેમને 5,00,000 પ્રતિ મહિને પગાર મળે છે.

કોણ નક્કી કરે છે પગાર?

- Advertisement -

જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિનો પગાર, સરકાર માટે કામ કરનારાઓમાં સૌથી વધુ છે. તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને સમયાંતરે તેમાં બદલાવ પણ કરવામાં આવે છે. ₹5,00,000 પ્રતિ માસનો પગાર એક પે રિવિઝન પછી નક્કી કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક ભથ્થા અને લાભ પણ સામેલ છે.

રાષ્ટ્રપતિને કઈ કઈ સુવિધાઓ મળે છે?

- Advertisement -

મફત યાત્રા : રાષ્ટ્રપતિને ભારતમાં પ્રવાસ માટે મફતમાં હવાઈ મુસાફરી, રેલ કે સ્ટીમરની સુવિધા મળે છે. તેના સિવાય, તેઓ એક સાથીને પણ સાથે લઈ જઈ શકે છે, જેનો મુસાફરી ખર્ચ પણ રાષ્ટ્રપતિ દ્વારા કવર કરવામાં આવે છે.

મફત તબીબી સેવા : રાષ્ટ્રપતિને કોઈ પણ પ્રકારની તબીબી સેવા મફત ઉપલબ્ધ હોય છે. તેમાં રૂટિન મેડિકલ કેર અને સારવાર પણ સામેલ છે.

રહેવાની સુવિધા : રાષ્ટ્રપતિને ભાડા મુક્ત આવાસ આપવામાં આવે છે. સાથે જ બે મફત લેન્ડલાઈન ફોન, (જેમાં ઇન્ટરનેટ પણ સામેલ છે) અને એક મોબાઈલ ફોન પણ મળે છે. તે સિવાય, રાષ્ટ્રપતિના ઘરે સારસંભાળનો ખર્ચ પણ સરકાર દ્વારા ઉપાડવામાં આવે છે.

પરિવારને મળનાર પેન્શન: જો રાષ્ટ્રપતિનું નિધન થઈ જાય, તો તેમના જીવનસાથીને રાષ્ટ્રપતિનું સેવાનિવૃત્તિ પેન્શનનું 50 ટકા પેન્શન જીવે ત્યાં સુધી મળશે. જણાવી દઈએ કે, જીવનભર મફત તબીબી સેવાઓ પણ આપવામાં આવે છે.

Share This Article