In Demand Skills of 2025: આજના ડિજિટલ યુગમાં જોબ માર્કેટ પણ ઝડપથી બદલી રહ્યું છે. હવે સમય એવો આવ્યો છે જે ડિજિટલ સ્કિલ્સની માંગ વધતી જાય છે. સારા પગારની નોકરીને મેળવવા માટે અને ટકાવી રાખવા માટે કેટલીક ખાસ સ્કિલ હોવી પણ હવે જરૂરી થઈ ગઈ છે. વર્ષ 2025 માં જોબ માર્કેટમાં સૌથી વધારે આ પાંચ સ્કીલ ડિમાન્ડમાં છે. જો તમે આ પાંચમાંથી કોઈ એક સ્કીલમાં પણ એક્સપર્ટ બની જાવ છો તો તમે મહિને છપ્પર ફાડ કમાણી કરી શકો છો.
સાઈબર સિક્યોરિટી
ડિજિટલ દુનિયામાં કામ તો સરળ થઈ ગયા છે પરંતુ સાઈબર થ્રેટનું જોખમ વધી ગયું છે. તેથી દરેક કંપનીને પોતાના ડેટા અને સિસ્ટમને સિક્યોર રાખવાની જરૂર પડે છે. આ કામ કરનાર એક્સપર્ટની ડિમાન્ડ દુનિયાભરની કંપનીઓને હોય છે. સાઇબર સિક્યુરિટી અંગે જો તમને સારી એવી જાણકારી હોય તો તમને કારકિર્દીમાં સારી તક પ્રાપ્ત થઈ શકે છે.
ડેટા એનાલિસિસ
દરેક કંપની ડેટા પર આધારિત નિર્ણય લેવાનું પસંદ કરે છે જેથી તે પોતાના પ્રોફિટ અને લોસનું યોગ્ય રીતે એનાલિસિસ કરી શકે. ડેટા એનાલિસિસ સ્કીલ ધરાવતા પ્રોફેશનલને કંપની સારા પગારે હાયર કરે છે. જેથી તેઓ જરૂરી ડેટામાંથી જાણકારી કાઢીને કંપનીને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે. ડેટા એનાલિસિસની ડિમાન્ડ પણ જોબ માર્કેટમાં દિવસેને દિવસે વધી રહી છે.
ડિજિટલ માર્કેટિંગ
પહેલાના સમયમાં ટીવી, રેડિયો અને અખબારમાં વિજ્ઞાપન આપવામાં આવતા હતા. પરંતુ હવે લોકો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પર વધારે સમય પસાર કરે છે તેથી કંપનીઓએ પણ માર્કેટિંગ માટે ડિજિટલ પ્લેટફોર્મની મદદ લેવી પડે છે. ડિજિટલ માર્કેટિંગની મદદથી ગણતરીની સેકન્ડમાં જ લાખો ગ્રાહકો સુધી પહોંચી શકાય છે. ડિજિટલ મીડિયા ની સમજ ધરાવતા લોકોને પણ સારી નોકરી મળી શકે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ
એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ એવી સ્કીલ છે જેની ડિમાન્ડ વર્ષ 2025 માં સૌથી વધારે રહેશે. એક્સપર્ટ નું કહેવું છે કે એઆઈ આવનારા સમયમાં લાખો નવી નોકરીઓ ઊભી કરશે. જો તમે અત્યારથી જ આ સ્કીલ ડેવલોપ કરી લેશો તો ભવિષ્યમાં તમારી પાસે કરિયર માટે સારી તક હશે.
ક્લાઉડ કમ્પ્યુટીંગ
ક્લાઉડ કમ્પ્યુટીંગની માંગ પણ ઝડપથી વધી રહી છે. કારણ કે કંપનીઓ પોતાના ડેટા અને સિસ્ટમને ક્લાઉડ પર શિફ્ટ કરી રહી છે. એક્સપર્ટનું કહેવું છે કે આવનારા સમયમાં ક્લાઉડ ટેકનોલોજીમાં ભારે રોકાણ પણ થશે. જો તમારી પાસે ક્લાઉડ પ્લેટફોર્મની જાણકારી છે તો જોબ માર્કેટમાં તમે બીજા કરતાં આગળ રહી શકો છો.