Kutch teachers Recruitment: ગુજરાત સરકારે કચ્છ જિલ્લા માટે સૌથી મોટો નિર્ણય કર્યો છે. શિક્ષકોની કચ્છમાં ભરતીની માગ સ્વીકારીને ધોરણ 1થી 5માં 2500 અને ધોરણ 6થી 8માં 1600 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં કચ્છના સ્થાનિકોને જ શિક્ષક તરીકે સમાવાશે.
આ ભરતી ફક્ત કચ્છ જિલ્લા માટે છે
કચ્છ જિલ્લાના શિક્ષકો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. કચ્છની પ્રાથમિક શાળાઓ માટે 2500 શિક્ષકો અને ધોરણ 6થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી ફક્ત કચ્છ જિલ્લા માટે છે. ભરતી કરાયેલા આ 4100 શિક્ષકોને ક્યારેય બદલવામાં આવશે નહીં. આ નિર્ણયથી ભવિષ્યમાં કચ્છમાં શિક્ષણમાં સુધારો થશે. ખાસ કિસ્સાઓમાં વર્ગ 1-8 માટે અલગ ભરતી કરવામાં આવશે. વર્ગ 1-5 માટે 2500 બેઠકો અને વર્ગ 6-8 માટે 1600 બેઠકો ભરવામાં આવશે. કુલ 4100 જગ્યાઓ માટે સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવશે.