Labourer Work Hours: જાપાનમાં 40 કલાક કામ, USમાં ઓવરટાઈમ પગાર, જાણો વૈશ્વિક નિયમો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Labourer Work Hours: ગુલામીના લાંબા ગાળા પછી સમગ્ર વિશ્વમાં ઘણાં મજૂર ચળવળો થયા હતા. ત્યારે શ્રમિકો માટે કેટલાક કાયદા બનાવવામાં આવ્યા અને કામના કલાકો નક્કી કરવામાં આવ્યા. શ્રમિકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગે નિર્ણય લેવામાં આવ્યા. આ દરમિયાન ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે, ભારતમાં લોકોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ’ તો બીજી તરફ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, લોકોએ 90 કલાક કામ કરવું જોઈએ અને સપ્તાહના અંતે પણ કામ કરવું જોઈએ.’

ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે, ‘ચીન જેવા દેશથી આગળ વધવા માટે ભારતના યુવાનોએ ખૂબ મહેનત કરવી પડશે.

- Advertisement -

ચીનમાં દરરોજ 8 કલાક કામ

ચીનના લેબર કાયદા અનુસાર, કોઈ પણ વ્યક્તિ પાસેથી દિવસમાં ફક્ત 8 કલાક જ કામ કરાવી શકાય છે. આખા અઠવાડિયામાં 40 કલાકથી વધુ કામ કરી શકાતું નથી. જો કોઈ પણ પરિસ્થિતિમાં વધુ કામ કરવું પડે, તો કંપનીએ તેના માટે ઓવરટાઇમના પૈસા અલગથી ચૂકવવા પડશે.

- Advertisement -

જાપાનમાં અઠવાડિયામાં 44 કલાક કામ કરાઈ છે

જાપાનમાં પણ લોકો અઠવાડિયામાં 40 કલાક કે દિવસમાં 8 કલાકથી વધુ કામ કરી શકતા નથી. આમાં આરામ કરવાનો સમય શામેલ નથી. કેટલાક વ્યવસાયોને અઠવાડિયામાં 44 કલાક અને દિવસમાં વધુમાં વધુ 8 કલાક કામ કરવાની છૂટ છે. આ વ્યવસાયોમાં રિટેલ એન્ડ બ્યૂટી, સિનેમા અને થિયેટર, આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત વ્યવસાયો, તેમજ 10 કરતા ઓછા નિયમિત કર્મચારીઓ ધરાવતા રેસ્ટોરન્ટ અને મનોરંજન વ્યવસાયોનો સમાવેશ થાય છે.

- Advertisement -

અમેરિકામાં 1 કલાક કામ કરવાને બદલે, 10 મિનિટનો વિરામ મળે છે

અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં એક કલાકના કામ પછી 10 મિનિટનો વિરામ લઈ શકો છો. કર્મચારીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ રજા મળે છે.

ભારતમાં લોકો કેટલું કામ કરે છે?

ભારતમાં ફેક્ટરી એક્ટ 1948 અનુસાર, કંપનીઓએ સરકાર દ્વારા નક્કી કરાયેલ લઘુતમ વેતન ચૂકવવાનું હોય છે. ઉપરાંત અઠવાડિયામાં ફક્ત 48 કલાક જ કામ કરી શકાય છે. તેનો સમયગાળો મહત્તમ 9 કલાક પ્રતિ દિવસ હોઈ શકે છે અને તેમાં 1 કલાકનો વિરામ હોય છે. જોકે, ઓવરટાઇમમાં નિયમિત વેતન મુજબ બમણી રકમ ચૂકવવામાં આવે છે.

ડૉ. આંબેડકરે દરરોજ 8 કલાક કામ કરવાની નીતિનો પાયો નાખ્યો. 27મી નવેમ્બર 1942ના રોજ નવી દિલ્હીમાં ભારતીય શ્રમ પરિષદના સાતમાં અધિવેશનમાં, ડૉ. આંબેડકરે કામના કલાકો 12 કલાકથી બદલીને 8 કલાક કર્યા હતા.

Share This Article