NIACL Assi Jobs 2024: ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL) એ સ્નાતક યુવાનો માટે સુવર્ણ તક આપી છે. આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં પ્રાદેશિક ભાષાની પરીક્ષાની સાથે પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાનો પણ સમાવેશ થશે રસ ધરાવતા ઉમેદવારો NIACL newindia.co.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ
અરજીની પ્રક્રિયા 17 ડિસેમ્બર 2024થી શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી 2024 છે.
ખાલી જગ્યા વિગતો
ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીએ સહાયકની કુલ 500 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ પોસ્ટમાંથી 91 અનુસૂચિત જાતિ માટે, 51 અનુસૂચિત જનજાતિ માટે, 48 અન્ય પછાત વર્ગ માટે, 50 EWS માટે અને 260 સામાન્ય કેટેગરી માટે અનામત છે.
શૈક્ષણિક લાયકાત
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ. SSC, HSC અથવા ગ્રેજ્યુએટ કક્ષાએ અંગ્રેજી વિષય તરીકે હોવું ફરજિયાત છે. ઉમેદવારે તેની શૈક્ષણિક લાયકાત 1લી ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવી જોઈએ. ઉપરાંત, અરજી કરનાર રાજ્યની પ્રાદેશિક ભાષા વાંચતા, લખતા અને બોલતા આવડતું હોવું જોઈએ.
વય મર્યાદા
સહાયક પદ માટેની વય મર્યાદા 1 ડિસેમ્બર, 2024 ના રોજ 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે. OBC કેટેગરીને 3 વર્ષની છૂટ, SC અને ST કેટેગરીને 5 વર્ષ અને PWBD ઉમેદવારોને 10 વર્ષ સુધીની છૂટછાટ મળશે.
અરજી ફી
જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ 850 ચૂકવવા પડશે. જ્યારે SC, ST અને PWBD ઉમેદવારો માટે ફી 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ જેવા ઑનલાઇન મોડ દ્વારા ફી ચૂકવી શકાય છે.
પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા ફોર્મેટ
પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન પરીક્ષાના બે તબક્કા (પ્રારંભિક અને મુખ્ય) હોય છે. પ્રારંભિક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જે ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં લાયક ઠરે છે તેઓએ પ્રાદેશિક ભાષાની કસોટી માટે હાજર રહેવું પડશે. અંતિમ પસંદગી તમામ તબક્કામાં કામગીરીના આધારે કરવામાં આવશે