Nursing Staff Recruitment Controversy: નર્સિંગ સ્ટાફ ભરતીમાં નવો વળાંક, ફાઈનલ આન્સર કી જાહેર, GTUનો રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપાયો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Nursing Staff Recruitment Controversy: રાજ્યમાં લેવામાં આવેલી નર્સિંગ સ્ટાફની ભરતીની પરીક્ષાને લઈને વિવાદ સર્જાયો છે. પરીક્ષાની આન્સર કી જાહેર થતાં તેમાં જણાવવામાં આવેલાં પ્રશ્નના જવાબો ABCDમાં સતત એક જ ક્રમમાં હોવાથી પરીક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. જો કે, સમગ્ર મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ કર્યા હતા. જ્યારે આજે ગુરુવારે નર્સિંગ સ્ટાફ ભરતીની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જેમાં પણ તમામ સવાલોના જવાબ ક્રમશઃ ABCD હોવાનું જણાઈ આવ્યું છે. બીજી તરફ, પેપર સેટર દ્વારા આ પ્રકારે પ્રશ્નો-જવાબ રાખતાં વિવાદ સર્જાયો છે. આ વિવાદ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, ત્યારે આરોગ્ય વિભાગ આ ભરતી માન્ય રાખશે કે રદ કરશે અથવા આ વિવાદ મામલે શું પગલાં લેશે તેવા અનેક સવાલોને લઈને ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા છે.

નર્સિંગ સ્ટાફની ભરતીની ફાઈનલ આન્સર કી જાહેર

- Advertisement -

રાજ્યમાં નર્સિંગ સ્ટાફની ભરતીના વિવાદ વચ્ચે પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી ફાઈનલ આન્સર કીમાં પણ પ્રશ્નોના જવાબ ક્રમશઃ ABCDમાં હોવાનું જણાઈ આવ્યું છે. જેને લઈને GTUએ આરોગ્ય વિભાગને રિપોર્ટ મોકલો છે. જેમાં ઉમેદવારોના માર્ક્સ અને આન્સરકી, પેપર સ્ટાઇલની વિગતો સહિતની માહિતી આપવામાં આવી છે.

શું છે સમગ્ર વિવાદ?

રાજ્યમાં નર્સિંગ સ્ટાફની 1903 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં GTU દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. જો કે, પરીક્ષા બાદ જ્યારે આન્સર કી જાહેર કરવામાં આવી ત્યારે સમગ્ર વિવાદ સર્જાયો હતો. જેમાં પરીક્ષાની આન્સર કીમાં તમામ પ્રશ્નોના જવાબ ક્રમશઃ ABCDમાં હતા. આ પછી ભરતીમાં માનીતાઓને નોકરી અપાવવા આરોપ સહિતના અનેક સવાલો ઉમેદવારોએ ઉઠાવ્યા હતા. જ્યારે GTUના રજીસ્ટ્રાર ડૉ. કે.એન.ખેરે જણાવ્યું હતું કે, ‘પેપર સેટ કરનાર સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા હશે…’

Share This Article