Pariksha Pe Charcha 2025 Registration: PM નરેન્દ્ર મોદીનો શાળાના વિદ્યાર્થીઓ માટેનો કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’, જે બોર્ડની પરીક્ષાઓના તણાવને ઘટાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યો હતો, તે 2025માં પણ યોજાવા જઈ રહ્યો છે. PPC 2025 માટે નોંધણી લિંક બહાર પાડવામાં આવી છે. બાળકો, વાલીઓ, શિક્ષકો બધા પોતાના પ્રશ્નો વડાપ્રધાનને મોકલી શકે છે.
CBSE સહિત અન્ય બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરી 2025માં શરૂ થશે. ફરી એકવાર કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પીએમ મોદી સાથે ‘પરીક્ષા પે ચર્ચા 2025’ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પરિક્ષા પે ચર્ચાની 8મી આવૃત્તિ હશે, જેનું આયોજન જાન્યુઆરી 2025ના છેલ્લા સપ્તાહમાં થવાનું છે. 2024માં સાતમી આવૃત્તિ ટાઉન હોલ ફોર્મેટમાં ભારત મંડપમમાં યોજાઈ હતી. આ PPC કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવાનો અને તેમને પ્રશ્નો પૂછવાનો મોકો મળશે.
શિક્ષણ મંત્રાલયે આ સંબંધમાં પ્રાથમિક માહિતી આપતી નોટિસ જારી કરી છે. શિક્ષણ મંત્રાલયે તેમાં કહ્યું છે કે વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો તણાવ ઘટાડવા અને તેમને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલ આ વાર્ષિક ઈવેન્ટ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ઉજવણી બની ગઈ છે.
પરીક્ષા પે ચર્ચા કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવવું?
પરિક્ષા પે ચર્ચા 2025 માં ભાગ લેવા માટે નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરિક્ષા પે ચર્ચા 2025માં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. પરીક્ષા પે ચર્ચા 2025 નોંધણીની સત્તાવાર વેબસાઇટ innovateindia1.mygov.in છે. નોંધણીની છેલ્લી તારીખ 14 જાન્યુઆરી 2025 છે. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા, શિક્ષકો બધા આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.
PPC ક્વિઝ 2025: પરિક્ષા પે ચર્ચા ક્વિઝ સ્પર્ધા
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના સંબંધમાં એક ક્વિઝ સ્પર્ધા પણ શરૂ કરવામાં આવી છે. જેમાં 6ઠ્ઠા થી 12મા ધોરણના બાળકો ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓ MCQ આધારિત ક્વિઝ લઈ શકે છે અને પરીક્ષા, તણાવ, કારકિર્દી વિશે પ્રશ્નો પૂછી શકે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ બધા જ તેમના પ્રશ્નો પીએમ મોદીને મોકલી શકે છે. દેશભરમાંથી મળેલા પ્રશ્નોમાંથી કેટલાક પ્રશ્નો પસંદ કરવામાં આવશે, જેના જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં આપશે.