PMRF Scheme, Budget 2025 Announcement: PM રિસર્ચ ફેલોશિપ સ્કીમ શું છે? બજેટ 2025માં જાહેરાત અને કેટલા ફંડ મળે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

PMRF Scheme, Budget 2025 Announcement: પ્રધાનમંત્રી સંશોધન ફેલોશિપ (PMRF) યોજના ભારતમાં ડોક્ટરલ સંશોધન માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ફેલોશિપ પ્રદાન કરવાની યોજના છે, જેના સંદર્ભમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2025માં કેટલીક નવી જાહેરાતો કરી છે. 2018-19ના બજેટમાં પ્રથમ વખત આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં જીનોમ ઈન્ડિયા પ્રોજેક્ટ પર બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘PM રિસર્ચ ફેલોશિપ સ્કીમ પીએચડી અભ્યાસ દરમિયાન સંશોધનને ટેકો આપવા માટે લાગુ કરવામાં આવી રહી છે.’

આ યોજના અંગે નવી માહિતી આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે આગામી 5 વર્ષમાં 10,000 નવી ફેલોશિપ આપવામાં આવશે. ચાલો મુખ્ય લક્ષણો, PMRF યોજનાના લાભો અને તે હેઠળ ઉપલબ્ધ રકમ પર એક નજર કરીએ.

- Advertisement -

પ્રધાનમંત્રી સંશોધન ફેલોશિપ (PMRF) યોજના હેઠળ પ્રાપ્ત થતી રકમ:

PMRF સ્કીમ પસંદગીના વિદ્યાર્થીઓને IIT, IISc અને IISER માં પીએચડી પ્રોગ્રામ્સમાં સીધો પ્રવેશ પૂરો પાડે છે. વધુમાં, એક આકર્ષક ફેલોશિપ પણ ઉપલબ્ધ છે, જે દર મહિને રૂ. 70,000 થી રૂ. 80,000 સુધીની છે.

- Advertisement -

પ્રથમ વર્ષ- દર મહિને ₹70,000

બીજા વર્ષ – દર મહિને ₹70,000

- Advertisement -

ત્રીજું વર્ષ- દર મહિને ₹75,000

ચોથું વર્ષ – દર મહિને ₹80,000

પાંચમું વર્ષ – દર મહિને ₹80,000

વધુમાં, દરેક વિદ્યાર્થીને પ્રતિ વર્ષ ₹2 લાખ (પાંચ વર્ષ માટે ₹10 લાખ સુધી)ની સંશોધન અનુદાન પણ મળે છે.

તાજેતરમાં, આ યોજના દેશની તમામ માન્ય સંસ્થાઓ/યુનિવર્સિટીઓના પાત્ર વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને સેન્ટ્રલી ફંડેડ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ્સ (CFTIs) સાથે સંલગ્ન સંસ્થાઓમાં M.Tech કરી રહેલા તમામ વિદ્યાર્થીઓને ₹12,400ની માસિક ફેલોશિપ આપવામાં આવે છે.

Share This Article