RRB Recruitment 2025: રેલવે બોર્ડ બમ્પર ભરતી, 10 પાસ માટે સુવર્ણ તક, જાણો વિગત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

RRB recruitment 2025: ભારતીય રેલવેમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા લેવલ 1 (ગ્રુપ-ડી) માટે 7માં CPC પે મેટ્રિક્સ હેઠળ વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. RRB Group D માટે કુલ 32,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જે સમગ્ર ભારતમાં તમામ રેલવે ઝોન માટે છે. ઉમેદવારો 23 જાન્યુઆરી 2025થી 22 ફેબ્રુઆરી 2025 સુધી rrbapply.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.

રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા લેવલ 1 (ગ્રુપ-ડી) માટે કુલ 32,000 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ rrbapply.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 નક્કી કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારો નીચેની વિગતો ધ્યાનથી વાંચો.

- Advertisement -

શૈક્ષણિક લાયકાત

રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારે ધોરણ 10મું પાસ અથવા ITI કરેલું હોવું જરૂરી છે.

- Advertisement -

વય મર્યાદા

• ન્યૂનત્તમ વય: 18 વર્ષ

- Advertisement -

• મહત્તમ વય: 36 વર્ષ (1 જુલાઈ 2025 સુધી)

• OBC ઉમેદવારો માટે 3 વર્ષ અને SC/ST ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ લાગુ થશે.

અરજી ફી

• જનરલ/OBC: ₹500 (CBTમાં હાજર રહેવાથી ₹400 પરત મળશે).

• SC/ST, આર્થિક રીતે પછાત, મહિલા અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારો: ₹250 (CBTમાં હાજર રહેવાથી પૂરી રકમ પરત થશે).

પસંદગી પ્રક્રિયા

1. કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT): સામાન્ય જ્ઞાન, ગણિત અને તર્કશક્તિનું મૂલ્યાંકન.

2. ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET): શારીરિક ક્ષમતા અને તાકાતની પરીક્ષા.

3. દસ્તાવેજ ચકાસણી (DV): દસ્તાવેજોની માન્યતા અને પાત્રતાની પુષ્ટિ.

4. મેડિકલ પરીક્ષણ: શારીરિક અને આરોગ્ય માપદંડોની ચકાસણી.

અરજી કેવી રીતે કરવી

1. સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in પર જાઓ.

2. માન્ય ઇમેલ ID અને મોબાઇલ નંબર સાથે રજિસ્ટ્રેશન કરો.

3. અરજી ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ભરો.

4. ફોર્મ સબમિટ કરતા પહેલાં તમામ વિગતો ચકાશો.

Share This Article