Short Term Courses: 2025માં 6 મહિનાનો આ કોર્સ કરો અને વધતી ડિમાન્ડ સાથે ઊંચો પગાર મેળવો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Short Term Courses: ભારતમાં 6 મહિનામાં પૂર્ણ કરી શકાય એવા ઘણા ટૂંકા ગાળાના કોર્સ (શોર્ટ-ટર્મ કોર્સ) ઉપલબ્ધ છે, જે કરિયરને આગળ વધારવા માટે અને નવી સ્કિલ્સ શીખવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે અમે આપને એવા જ 5 નવા જમાનાના કોર્સ વિશે અને સંભવિત પગાર વિશે જણાવીશું.

(1) ડિજિટલ માર્કેટિંગ કોર્સ

- Advertisement -

આ કોર્સ 3થી 6 મહિનાનો હોય છે. જેમાં SEO, SEM, Social Media Marketing, Content Marketing, Google Ads વગેરે શીખવવામાં આવે છે. આ કોર્સની ફીની વાત કરીએ તો ડિજિટલ માર્કેટિંગના કોર્સની ફી 20,000 રૂપિયાથી 50,000 રૂપિયા હોય છે. આ કોર્સ કર્યા બાદ 2.5 લાખથી 6 લાખનો વાર્ષિક પગાર મળી શકે છે. જે અનુભવની સાથે વધી શકે છે.

(2) વેબ ડિઝાઈનિંગ કોર્સ

- Advertisement -

આ કોર્સ 6 મહિનાનો હોય છે. જેમાં HTML, CSS, JavaScript, UX/UI Design, Responsive Design વગેરે શીખવવામાં આવે છે. જો આપણે ફીની વાત કરીએ તો આ કોર્સની ફી ₹15,000થી ₹50,000 હોય છે. અત્યારે આઈટી ફિલ્ડનો દબદબો છે, તેથી આ કોર્સ પૂર્ણ કર્યા બાદ સારા પગારની નોકરી મળી શકે છે. આ કોર્સ કર્યા બાદ ઉમેદવારને 2 લાખથી 5 લાખ સુધીનો વાર્ષિક પગાર મળી શકે છે.

(3) ગ્રાફિક ડિઝાઈનિંગ કોર્સ

- Advertisement -

અત્યારે ડિજિટલ માર્કેટનો જમાનો છે, તેથી ગ્રાફિક ડિઝાઈનરની ડિમાન્ડ સતત વધી રહી છે. એવામાં તમે આ કોર્સ કરીને સારા રૂપિયા કમાઈ શકો છો. આ કોર્સનો સમયગાળો 3 મહિનાથી 6 મહિના સુધીનો હોય છે. તેમાં Adobe Photoshop, Illustrator, CorelDRAW, Canva વગેરે શીખવવામાં આવે છે. આ કોર્સની ફી લગભગ ₹10,000થી ₹40,000 હોય છે. આ કોર્સ કર્યા બાદ 2 લાખ રૂપિયાથી 4 લાખ રૂપિયા વાર્ષિક પગારની નોકરી મળી શકે છે. જોકે, અનુભવના આધારે આ પગાર વધી શકે છે.

(4) ડેટા એનાલિટિક્સ કોર્સ

આ કોર્સનો સમયગાળો 6 મહિનાનો હોય છે. જેમાં Excel, SQL, Python, Data Visualization Tools વગેરે શીખવવામાં આવે છે. આ કોર્સની ફીની આપણે વાત કરીએ તો આ કોર્સની ફી 30 હજારથી 1 લાખ રૂપિયા સુધી હોય છે. આ કોર્સ કર્યા બાદ વાર્ષિક 3 લાખથી 8 લાખ પગારની નોકરી મળી શકે છે.

(5) કન્ટેન્ટ રાઈટિંગ કોર્સ

જો તમે કોઈ ટૂંકાગાળાનો કોર્સ શોધી રહ્યા હોય તો તમે કન્ટેન્ટ રાઈટિંગનો કોર્સ કરી શકો છે. આ કોર્સ 3થી 6 મહિનાનો હોય છે. તેમાં Writing Techniques, Blogging, SEO Writing, Copywriting વગેરે શીખવવામાં આવે છે. આ કોર્સની ફી પણ 10 હજારથી 25000 સુધી હોય છે. પગારની વાત કરીએ તો આ કોર્સ કર્યા બાદ 2 લાખથી 5 લાખ વાર્ષિક પગાર મળે છે.

જરૂરી ટિપ્સઃ તમારી રુચિ અને કરિયર અનુસાર કોર્સ પસંદ કરો. કોર્સની ફી અને પગાર સ્થળ, સંસ્થા અને તમારી સ્કિલ્સના આધારે અલગ-અલગ હોઈ શકે છે.

Share This Article