SOP શું છે? વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આ દસ્તાવેજ કેમ જરૂરી છે?

Arati Parmar
By Arati Parmar 3 Min Read

SOP For Study Abroad: વિદેશમાં અભ્યાસ ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા, બ્રિટન, કેનેડા જેવા દેશોમાં અભ્યાસ માટે જાય છે. અંડરગ્રેજ્યુએટથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ જઈ રહ્યા છે. ભારતમાં એજ્યુકેશન લોન અને ખાનગી કોલેજોની વધતી ફીના કારણે વિદેશમાં અભ્યાસ વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બન્યો છે. જો કે, વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ઘણા પ્રકારના દસ્તાવેજોની જરૂર પડે છે.

શૈક્ષણિક ટ્રાન્સક્રિપ્ટ, ભલામણ પત્ર, પાસપોર્ટ, ફોટો વગેરે જરૂરી દસ્તાવેજોમાં સામેલ છે, પરંતુ એક વધુ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેના વિના વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકાતો નથી. અમે અહીં જે દસ્તાવેજની વાત કરી રહ્યા છીએ તે છે ‘સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ’ (SOP). અંડરગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન લેવું હોય કે પીએચડી કરવું હોય, કોઈપણ યુનિવર્સિટીમાં SOP વગર એડમિશન આપવામાં આવતું નથી. ચાલો SOP વિશે વધુ જાણીએ.

- Advertisement -

SOP શું છે?

‘સ્ટેટમેન્ટ ઓફ પરપઝ’ (SOP)ને વ્યક્તિગત નિવેદન તરીકે પણ ઓળખવામાં આવે છે. બોલચાલની ભાષામાં, તે 800 થી 1200 શબ્દોનો નિબંધ છે, જે કોઈપણ વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જરૂરી માનવામાં આવે છે. SOP માં, વિદ્યાર્થીઓ તેમના શૈક્ષણિક પ્રદર્શન, વ્યાવસાયિક રુચિઓ અને તેઓ જે અભ્યાસક્રમ ભણી રહ્યા છે તેનાથી તેમને મળતા લાભો વિશે જણાવે છે. આમાં વિદ્યાર્થીઓએ જણાવવાનું છે કે શા માટે તેઓએ યુનિવર્સિટીમાં કોઈ ચોક્કસ અભ્યાસક્રમનો અભ્યાસ કરવાનું પસંદ કર્યું છે.

- Advertisement -

પ્રવેશ પેનલ દ્વારા SOP ની ખૂબ જ કાળજીપૂર્વક સમીક્ષા કરવામાં આવે છે કારણ કે તેમાં વિદ્યાર્થીની કારકિર્દી, રુચિઓ, ધ્યેયો, યોગદાન વગેરેનું વિગતવાર વર્ણન હોય છે. એકંદરે, આ એક અરજદાર તરીકે યુનિવર્સિટીમાં કોણ જાય છે તેનો પરિચય છે. કોઈપણ યુનિવર્સિટીમાં એડમિશન માટે SOP મહત્ત્વનું પરિબળ બની જાય છે. આ ફક્ત તમારી લાયકાતોનો સારાંશ જ નથી, એક વાર્તા પણ છે જે તમારા લક્ષ્યોને યુનિવર્સિટીના દ્રષ્ટિકોણ સાથે જોડે છે.

SOP શા માટે જરૂરી છે?

- Advertisement -

SOP દ્વારા તમને યુનિવર્સિટીના એડમિશન અધિકારીઓને તમારા વ્યક્તિત્વ વિશે જણાવવાનો મોકો મળે છે. જો એડમિશન માટે તમારી પ્રોફાઇલ નબળી છે, તો SOP કામની વસ્તુ સાબિત થાય છે. વિદ્યાર્થીઓ દ્વારા SOPમાં જણાવેલી મહત્ત્વાકાંક્ષાઓ અને ભવિષ્યના લક્ષ્યોથી યુનિવર્સિટી ને એ પોઝિટિવ સંદેશ મળે છે. યુનિવર્સિટી એનાં પર ફોકસ નથી કરતી કે તમે અગાઉ શું કર્યું છે, તે એ જોવે‌ છે કે તમે ભવિષ્યમાં શું કરવા માંગો છો. આ આધાર પર તમારું મૂલ્યાંકન કરવામાં આવે છે અને પછી એડમિશન આપવામાં આવે છે.

Share This Article