Study in America: અમેરિકામાં અભ્યાસનો ROI શું છે અને કયા અભ્યાસ ક્ષેત્રે સૌથી વધુ પગાર મળે છે?

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Study in America: અમેરિકામાં અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓના મનમાં હંમેશા એક પ્રશ્ન રહે છે – અમેરિકન કોલેજની ડિગ્રીની વાસ્તવિક કિંમત કેટલી છે? આ સવાલનો જવાબ તેને હંમેશા પરેશાન કરે છે, પરંતુ હવે તેનો જવાબ મળી ગયો છે. ‘ફાઉન્ડેશન ફોર રિસર્ચ ઓન ઈક્વલ ઓપોર્ચ્યુનિટી’ (FREEOPP) એ એક નવો અભ્યાસ હાથ ધર્યો છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે અલગ-અલગ કોર્સનો અભ્યાસ કરવાથી કેટલો ફાયદો થાય છે. આ અમેરિકન ડિગ્રીના વાસ્તવિક મૂલ્યનો જવાબ આપે છે.

આ અભ્યાસ તૈયાર કરવા માટે 53,000 ડિગ્રી અને સર્ટિફિકેટ પ્રોગ્રામ્સનું ROI (રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ) તપાસવામાં આવ્યું. ROI એ સરળ ભાષામાં એ છે કે, અભ્યાસમાં જેટલા પૈસા લગાવ્યા છે, શું તેના બદલે એ પૈસા જેટલું કમાણી મળી રહી છે. ઈન્જીનીયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, નર્સિંગ અને આર્થશાસ્ત્ર જેવા વિષયોમાં સૌથી વધુ કમાણી થાય છે. આ ક્ષેત્રોમાં અભ્યાસ કરીને જીવનભર 5 લાખ ડોલર (લગભગ 4.5 કરોડ રૂપિયા) અથવા તેના કરતાં વધુ કમાણી થઈ શકે છે.

- Advertisement -

બેચલર ડિગ્રી કરવાનો કેટલો ફાયદો છે?

અભ્યાસમાં દર્શાવામાં આવ્યું છે કે ફાઇન આર્ટ્સ, એજ્યુકેશન અને સાયકોલોજી જેવા વિષયોમાં અભ્યાસ કર્યા પછી ઘણી વખત ખૂબ ઓછો અથવા બિલકુલ ફાયદો નથી મળતો. બેચલર ડિગ્રીનું સરેરાશ ROI 1,60,000 ડોલર છે, પરંતુ આ આંકડો વિવિધ ક્ષેત્રોમાં ઘણો બદલી શકે છે. તેથી, જો કોઈ વિદ્યાર્થી ઈજિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, નર્સિંગ અને આર્થશાસ્ત્ર જેવા વિષયોમાં બેચલર ડિગ્રી મેળવે છે, તો તેની કમાણીની તક વધુ બની શકે છે. પરંતુ યોગ્ય ડોમેન પસંદ કરવું ખુબજ મહત્વપૂર્ણ બની જાય છે.

- Advertisement -

એસોસિયેટ અને સર્ટિફિકેટ પ્રોગ્રામ્સનો ROI શું છે?

એસોસિએટ ડિગ્રી અને સર્ટિફિકેટ પ્રોગ્રામ્સની વાત કરીએ તો, ટેકનિકલ ટ્રેડ સર્ટિફિકેટ, જેમકે વેલ્ડિંગ અને IT, ઘણા બેચલર ડિગ્રી કરતા વધારે ROI આપે છે. વેલ્ડિંગ અને IT જેવા સર્ટિફિકેટથી 2 લાખ ડોલરથી વધારેનો ROI મળી શકે છે. પરંતુ બે વર્ષના લિબરલ આર્ટ્સ પ્રોગ્રામમાં ખૂબ ઓછો અથવા કોઈ ફાયદો નથી મળતો. કેટલીકવાર તમારે નુકસાન પણ સહન કરવું પડી શકે છે.

- Advertisement -

પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સનો ROI શું છે?

પોસ્ટ-ગ્રેજ્યુએશન પ્રોગ્રામ્સ પરનો ROI મિશ્ર છે. લો, મેડિસિન અને ડેન્ટીસ્ટ્રી જેવી પ્રોફેશનલ ડિગ્રી મેળવીને સારી એવી રકમ કમાઈ શકાય છે. આ ક્ષેત્રોમાં આજીવન કમાણી $1 મિલિયન કરતાં વધી શકે છે. પરંતુ લગભગ અડધા માસ્ટર ડિગ્રીમાં કોઈ ROI નથી, ખાસ કરીને આર્ટસ અથવા માનવશાસ્ત્ર જેવા વિષયોમાં. આમાં ફી વધારે છે, પણ કમાણી ઓછી છે. MBA પ્રોગ્રામ્સ પણ ઘણીવાર નીચા ROI આપે છે, ખાસ કરીને કાયદા અથવા મેડિસિન જેવી વ્યાવસાયિક ડિગ્રીની તુલનામાં.

Share This Article