Success Story: મા-દીકરાની જોડીએ શરૂ કર્યો ધમાકેદાર બિઝનેસ, દરરોજ કમાય છે ₹40,000!

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Success Story of Jithu and Leena: કેરળના જીતુ થોમસે તેમની માતા લીના થોમસની સાથે મળીને મશરૂમની ખેતીનો સફળ બિઝનેસ ઊભો કરી દીધો છે. આ બિઝનેસ દ્વારા તેઓ દરરોજ 40,000 રૂપિયા કમાઈ રહ્યા છે. જીતુ થોમસે મજાક-મજાકમાં મશરૂમ ઉગાડવાનું શરૂ કર્યું હતું. તેમને ખ્યાલ નહોતો કે એક દિવસ તેઓ આનાથી લાખોની કમાણી કરશે. ચાલો જીતુ થોમસ અને તેમની માતા લીના થોમસની સફળતાની સફર વિશે જાણીએ.

મશરૂમ વેચી કમાઈ રહ્યા છે રૂપિયા

- Advertisement -

જીતુ થોમસે 5,000 ચોરસ ફૂટ જમીન પર મશરૂમ ફાર્મ બનાવ્યું છે. તેઓ દરરોજ 100 કિલોથી વધારે મશરૂમ ઉગાડે છે. તેમણે તાપમાન અને ભેજને નિયંત્રિત કરવા માટે સરળ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી છે. તેઓ કોઈપણ વચેટિયા વગર સીધા છૂટક વેપારીઓને મશરૂમ વેચીને સારો નફો કમાઈ રહ્યા છે. જીતુ થોમસ મશરૂમની ખેતીની તાલીમ પણ આપે છે. અત્યાર સુધીમાં લગભગ 1,000 લોકો તેમની પાસેથી તાલીમ લઈ ચૂક્યા છે.

વીડિયો જોઈને આવ્યો આઈડિયા

- Advertisement -

2018માં જીતુ થોમસે તેમના રૂમમાં મશરૂમ ઉગાડવાનો એક નાનકડો પ્રયોગ કર્યો હતો. ઈન્ટરનેટ પર પ્લાસ્ટિકની બોટલમાં મશરૂમ ઉગાડવાની રીત જોઈને જીતુ થોમસને આ આઈડિયા આવ્યો હતો. થોડા જ સમયમાં આ શોખ એક બિઝનેસમાં ફેરવાઈ ગયો. હવે લીના થોમસ અને જીતુ થોમસની કંપની ‘લીનાઝ મશરૂમ’ પાસે હજારો મશરૂમ બેડ છે. આ બેડ દરરોજ 100 કિલોથી વધુ મશરૂમ ઉત્પન્ન કરે છે.

ખેતી વિશે વધુને વધુ શીખ્યા

- Advertisement -

શરૂઆતની સફળતા પછી જીતુ થોમસ મશરૂમની ખેતી વિશે વધારે શીખ્યા. તેમણે મશરૂમની ખેતીનો કોર્ષ પણ કર્યો. જેથી તેમનો શોખ એક બિઝનેસ બની ગયો. મશરૂમની ખેતીના ઘણા ફાયદા છે. મશરૂમ ઝડપથી ઉગી જાય છે. જોકે, આ કોઈ કામ સરળ નથી. મશરૂમ નાજુક હોય છે. તાપમાનમાં થોડો ફેરફાર અથવા જંતુઓ આખા પાકને બરબાદ કરી શકે છે. તેમણે પોતાના ફાર્મને એવી રીતે ડિઝાઇન કર્યું છે કે જ્યાં સામાન્ય રીતે 5,000 બેડ રાખી શકાય છે, ત્યાં 20,000 બેડ લગાવવામાં આવ્યા છે.

વધી છે લોકપ્રિયતા 

ભારતમાં છેલ્લા એક દાયકામાં મશરૂમની લોકપ્રિયતા ઘણી વધી છે. તેનો સ્વાદ લોકોની જીભ પર ચઢી ગયો છે. મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે, પણ જો તમે તેની ખેતીમાં નિપુણતા મેળવી લો તો તે તમને આર્થિક રીતે પણ સમૃદ્ધ બનાવી શકે છે. જીતુ થોમસે 19 વર્ષની ઉંમરે મશરૂમની ખેતીમાં રસ દાખવ્યો. તેમણે એક પેકેટમાં મશરૂમના બીજ વાવ્યા અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેમની માતા લીના થોમસની મદદથી તેમણે મશરૂમ ઉગાડવાનું શરૂ કર્યું અને સફળતાની ઊંચાઈઓને સ્પર્શી.

Share This Article