Success Story : 20 વર્ષે બન્યા કરોડપતિ, પછી બધું ગુમાવ્યું, હવે છે 2500 કરોડના માલિક.

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Success Story of Anupam Mittal: કહેવાય છે કે કદમ ડગમગતા હોય તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિને સાર્થક કરી છે શાદી ડોટ કોમ (Shaadi.com)ના સંસ્થાપક અનુપમ મિત્તલે, એક સમયે તેઓએ ખૂબ જ નાની ઉંમરે સફળતા મેળવી લીધી હતી અને બાદમાં તેઓએ બધુ ગુમાવી પણ દીધું હતું. પરંતુ તેઓએ હાર ન માની અને હિંમત રાખીને ફરીથી મહેનત કરી, આજે તેઓ 2500 કરોડ રૂપિયાની કંપનીના માલિક છે. 20 વર્ષની ઉંમરે કરોડપતિ બનવાથી લઈને સૌથી ખરાબ સમયમાં પહોંચવા અને ફરીથી Shaadi.comની શરૂઆત કરીને સફળ બિઝનેસમેન બનવા સુધીની અનુપમ મિત્તલની કહાની એક માસ્ટરક્લાસ કહાની છે.

અભ્યાસ કરવા અમેરિકા ગયા

- Advertisement -

મિત્તલે પોતે LinkedIn પર પોતાની કહાની જણાવી છે. 23 ડિસેમ્બર 1975ના રોજ મુંબઈમાં જન્મેલા અનુપમ મિત્તલ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતા. તેઓ હંમેશા કંઈક નવું કરવા માંગતા હતા. 1994માં તેઓ ભણવા માટે અમેરિકા ગયા હતા. જ્યાં અભ્યાસ કર્યા બાદ વોશિગ્ટન ડીસીમાં એક બિઝનેસ ઈન્ટેલિજન્સ સોફ્ટવેર ફર્મ માઈક્રોસ્ટ્રેટજીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જ્યાં કામ કરીને તેઓ લાખો કમાઈ રહ્યા હતા.

અમેરિકાથી ભારત પરત ફર્યા

- Advertisement -

પરંતુ વર્ષ 2000ની શરૂઆતમાં તેઓની રાતોરાત તેમની કિસ્મતે પલટી મારી. તેમણે તેમના હાથમાંથી બધું સરકતા જોયું. ધીમે-ધીમે તેમની સંપત્તિ ગાયબ થઈ રહી હતી અને તેઓ દેવામાં ડૂબી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, વર્ષ 2003 સુધી તેમની પાસે માત્ર 30,000 ડોલર જ બચ્યા હતા. જેને લઈને તેઓ ભારત પરત ફર્યા.

માર્કેટમાં મચાવી હલચલ

- Advertisement -

મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત પરત આવ્યા બાદ તેમની માતાએ તેમને લગ્ન માટે ઘણી યુવતીઓના ફોટા બતાવ્યા. આ પછી તેઓના મનમાં એક વિચાર આવ્યો. તેઓનું માનવું હતું કે તેઓ લોકોની જીવનસાથી શોધવાની રીતને બદલી શકે છે. તેથી તેમણે એક કોમ્પ્યુટર અને Sagai.com નામનું ડોમેન ખરીદ્યું. જેણે થોડા દિવસમાં જ માર્કેટમાં હલચલ મચાવી દીધી. જે બાદ અનુપમ મિત્તલે પાછળ વળીને જોયું નથી. થોડા સમય બાદ તેઓએ Sagai.com નામ બદલીને Shaadi.com રાખી દીધું. આજે આ સાઈટ સૌથી સફળ સાઈટમાંથી એક બની ગઈ છે.

ભારતમાં વેબસાઈટનો દબદબો

આ વેબસાઈટને ભારતની સૌથી મોટી અને એશિયાની અગ્રણી મેટ્રિમોનિયલ વેબસાઈટ માનવામાં આવે છે. આજે જ્યારે પણ ઓનલાઈન છોકરો કે છોકરી શોધવાની વાત આવે છે, ત્યારે પહેલું નામ Shaadi.comનું જ આવે છે. આ વેબસાઈટ માત્ર ભારત જ નહીં વિદેશોમાં પણ ખૂબ જ ફેમસ છે. આજે અનુપમ મિત્તલ Shaadi.com, Makaan.comના માલિક છે. આ સાથે જ તેમણે અત્યાર સુધીમાં 260-270 જેટલા સ્ટાર્ટઅપમાં રોકાણ ક્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેઓ અત્યારે 2500 કરોડના માલિક છે. તેઓનું માનવું છે કે નિષ્ફળતા એ રમતનો એક ભાગ છે અને દ્રઢતા એ સફળતાની ચાવી છે. આજે તેઓ અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.

Share This Article