Success Story: 5000 વખત નિષ્ફળ છતાં ન અટક્યા આ અંગ્રેજ ‘મારવાડી’, આજે 2 લાખ કરોડના માલિક

Arati Parmar
By Arati Parmar 7 Min Read

Success Story of James Dyson: જીવનમાં એક સમય એવો આવે છે કે આપણે કોઈ પરિસ્થિતિમાં અટવાઈ જઈએ છીએ. આપણને લાગે છે કે આપણે આ પરિસ્થિતિઓમાંથી બહાર નહીં નીકળી શકીએ. પરંતુ કેટલાક લોકો એવા છે કે તેઓ પોતાની મુશ્કેલીઓને જ તાકાત બનાવી લે છે. આ સક્સેસ સ્ટોરી એક એવા વ્યક્તિની છે, જેણે બાળપણમાં જ પોતાના પિતાને ગુમાવી દીધા હતા, પરંતુ તેણે એક એવું ઇનોવેશન કર્યું કે જેનાથી કરોડો પરિવારોની મહિલાઓનું જીવન સરળ બની ગયું. સાધારણ પરિવારમાં જન્મેલા આ વ્યક્તિની નેટવર્થ (2024માં) લગભગ 1.7 લાખ કરોડ રૂપિયા (20.2 બિલિયન ડોલર) છે. તેમની કંપની 80થી વધુ દેશોમાં ઓપરેટ કરે છે અને હજારો લોકોને રોજગાર પૂરો પાડે છે.

અહીં અમે વાત કરી રહ્યા છીએ જેમ્સ ડાયસન (James Dyson)ની. તમે તેમને ન ઓળખી શક્યા હોય, પરંતુ તમે તેમની પ્રોડક્ટ વિશે જરૂરથી જાણતા હશો. તેમની પ્રોડક્ટ છે ડાયસન વેક્યુમ ક્લીનર (Dyson vacuum cleaner). તમને સવાલ થશે કે વેક્યુમ ક્લીનર તો દુનિયામાં ઘણી બધી કંપનીઓ બનાવે છે, પરંતુ ડાયસન કેમ સ્પેશ્યલ છે? જણાવી દઈએ કે, ડાયસને દુનિયાનું પ્રથમ બેગલેસ વેક્યુમ ક્લીનર બનાવ્યું હતું. એક એવું વેક્યુમ ક્લીનર જેને પાઇપ દ્વારા બેગ જોડવાની જરૂર નથી પડતી. આ વેક્યુમ ક્લીનર જેમ્સ ડાયસને પોતે ડિઝાઇન કર્યું હતું. ત્યારે જેમ્સને ઇંગ્લેન્ડના મારવાડી કહેવામાં કંઈ ખોટું નહીં હોય.

- Advertisement -

5000થી વધુ પ્રોટોટાઇપ કર્યા ટેસ્ટ

1970ના દાયકામાં તેમણે જોયું કે પારંપરિક વેક્યુમ ક્લીનરની સક્શન બેગ ભરવાની સાથે નબળી પડવા લાગે છે. આ સમસ્યા હલ કરવા માટે તેમણે “સાયક્લોનિક સેપરેશન”ની ટેક્નિક અપનાવી, જેને તેમણે ઇન્ડસ્ટ્રીયલ મિલોમાં જોઈ હતી. તેઓ સતત 5 વર્ષ સુધી મહેનત કરતા રહ્યા. દરરોજ નવા નવા પ્રોટોટાઇપ બનાવીને ટેસ્ટ કરતા રહ્યા. જ્યા સુધી તેમને એમ ન થયું કે પ્રોડક્ટ તૈયાર છે, તેઓ શાંત ન બેઠા. 1983માં તેમણે પ્રથમ બેગલેસ વેક્યુમ ક્લીનર બનાવી દીધું.

- Advertisement -

તેઓ પોતાનું બનાવેલું વેક્યુમ ક્લીનર લઈને ઘણી કંપનીઓ પાસે ગયા, પરંતુ કંપનીઓએ તેમનું ઇનોવેશન રિજેક્ટ કરી દીધું. કંપનીઓને ડર હતો કે જો આ કલીનરને માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે તો તેમના રિપ્લેસમેન્ટ બેગવાળો ધંધો બંધ થઇ જશે. જ્યારે કોઈએ પણ ડાયસનને સપોર્ટ ન કર્યું તો તેમણે જાપાનમાં પોતાની પ્રોડક્ટ જાતે જ લોન્ચ કરી દીધી. જેને G-Force બ્રાન્ડ હેઠળ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું. જોકે, તે લોકો માટે ખૂબ જ અલગ અને સુવિધાજનક હતું, જેનાથી ડિમાન્ડ ઝડપથી વધી. જાપાનમાં થોડા પૈસા કમાયા બાદ તેઓ એ લાયક થઇ ગયા હતા કે આ ટેક્નોલોજીને ઈંગ્લેન્ડમાં લોન્ચ કરી શકાય.

1991માં તેમણે પોતાની કંપની બનાવી, જેનું નામ “ડાયસન લિમિટેડ” રાખવામાં આવ્યું. આ કંપનીએ ન માત્ર વેક્યુમ ક્લીનર બનાવ્યા, તેમણે બ્લેડ વિનાના પંખા, એર પ્યુરિફાયર અને એડવાન્સ હેર ડ્રાયર જેવી પ્રોડક્ટ્સ પણ બનાવી. તેની ડિઝાઇન એટલી આકર્ષક હતી કે ગ્રાહકોને પ્રથમ નજરમાં જ પસંદ આવી જતી હતી. તેમજ સારી ક્વોલિટીના કારણે પ્રોડક્ટ વધુ સારી બની જતી હતી.

- Advertisement -

2002માં તેમણે ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ મલેશિયામાં ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું, જેથી ખર્ચ ઘટાડી શકાય. ઇંગ્લેન્ડમાં તેની ખૂબ જ આલોચના કરવામાં આવી, પરંતુ તેમણે પોતાનો ઈરાદો ન બદલ્યો, કારણ કે તેઓ ગ્રાહકોને સસ્તી પ્રોડક્ટ્સ પૂરી પાડવા મંગતા હતા. તેમના આ નિર્ણયથી કંપનીને વૈશ્વિક સ્તરે પકડ મજબૂત કરવામાં મદદ મળી. તેમણે તેના પ્રોફિટનો મોટો ભાગ રિસર્ચ અને ડેવલપમેન્ટમાં રોક્યો. તેમની ટીમે રોબોટિક્સ, બેટરી સિસ્ટમ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

તેમણે ઈલેક્ટ્રિક કાર સેક્ટરમાં પ્રવેશ કર્યો, પરંતુ વધુ ખર્ચ અને સ્પર્ધાને કારણે 2019માં આ પ્રોજેક્ટ બંધ કરી દીધો. છતાં તેમણે બેટરી અને રિન્યુએબલ એનર્જી ટેક્નોલોજીમાં રોકાણ ચાલુ રાખ્યું.

પ્રથમ શોધ પણ ખાસ હતી, પરંતુ…

જેમ્સ ડાયસનની પ્રથમ શોધ “બોલબેરો” હતી. તે એક પૈડાવાળી ગાડી હતી, જેમાં કોઈ વસ્તુ મૂકીને તેને ધકેલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઈ શકાતી હતી. ડાયસને બનાવેલી આ કારમાં વ્હીલની જગ્યાએ બોલ હતા. વ્હીલની જગ્યાએ બોલ મૂકવાથી અસમતલ જગ્યાએ ગાડીને મૂવ કરવી સરળ હતી. જોકે, તેના કોમર્શિયલાઈઝેશનમાં ઘણા પડકારો આવ્યા. જેથી બાદમાં તેમણે આ કામ આગળ ન ધપાવ્યું.

જેમ્સ ડાયસનનું જીવન

જેમ્સ ડાયસનનો જન્મ 2 મે, 1947ના રોજ ઈંગ્લેન્ડના ક્રોમર (નોરફોક)માં થયો હતો. તેમનું બાળપણ સામાન્ય હતું. તેમણે 9 વર્ષની ઉંમરે કેન્સરને કારણે પિતા ગુમાવ્યા. આ દુ:ખદ ઘટનાથી તેમના જીવનમાં સંઘર્ષ આવ્યો અને સાથે તેમને આત્મનિર્ભર બનાવ્યા. તેમણે ઈંગ્લેન્ડની ગ્રેશમ સ્કૂલમાં અભ્યાસ કર્યો. અભ્યાસમાં તેઓ ખૂબ જ સામાન્ય હતા, પરંતુ તેમને ડિઝાઇન અને જટિલ સમસ્યાઓ હલ કરવામાં ખૂબ રસ હતો.

તેમણે લંડનની બ્યામ શો સ્કૂલ ઓફ આર્ટમાંથી આર્ટ અને ડિઝાઇનનો અભ્યાસ કર્યો. જેથી તેમને સમજાયું કે તેમને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન અને એન્જિનિયરિંગમાં રસ છે. ત્યારબાદ તેમણે રોયલ કોલેજ ઓફ આર્ટમાં એડમિશન લીધું. જ્યાં તેમણે પ્રોડક્ટ ડિઝાઇન પર ફોકસ કર્યું. અહીં જ તેમણે એન્જિનિયરિંગની મૂળભૂત બાબતો શીખી.

1968માં જેમ્સે ડીરડ્રે હીંડમાર્શ સાથે લગ્ન કર્યા. ડીરડ્રે એક ચિત્રકાર અને કલા ઇતિહાસકાર છે. તેમને ત્રણ બાળકો એમિલી ડાયસન, સેમ ડાયસન અને જેક ડાયસન છે. જેકને તેના પિતાની જેમ રિસર્ચ અને ડિઝાઇન પસંદ કર્યું અને કંપનીમાં મુખ્ય ભૂમિકા ભજવી.

જેમ્સ ડાયસનની નેટ વર્થ

બ્લૂમબર્ગ લાઇવ ડેટા અનુસાર, જેમ્સ ડાયસનની નેટવર્થ 20.2 બિલિયન ડોલર છે. જે ભારતીય રૂપિયામાં 1.7 લાખ કરોડ રૂપિયા છે. જોકે, 2021માં તેમની કુલ નેટવર્થ 29 બિલિયન ડોલર હતી.

કંપનીની વેબસાઇટ અનુસાર, 2023માં કંપનીએ 7.1 બિલિયન પાઉન્ડ (9 બિલિયન ડોલર)નું રેવન્યુ પ્રાપ્ત કર્યું હતું. આ વેલ્યુએશન ત્રણ સાર્વજનિક રૂપે બિઝનેસ કરતી સહયોગી કંપનીઓ: ડી’લોન્ગી (De’Longhi), ટેકટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ (Techtronic Industries) અને SEBની એવરેજ એન્ટરપ્રાઇઝ વેલ્યુ-ટુ-સેલ્સ અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ-ટુ-EBITDAના ગુણાકાર કર્યા બાદ મળે છે.

ડાયસન પાસે ખેતીની જમીન પણ છે, જેની વેલ્યુએશન તેની નેટવર્થ વેલ્યુના આધારે નક્કી કરવામાં આવે છે, જેમ કે હોલ્ડિંગ કંપની ડાયસન ફાર્મિંગના 2023ના એકાઉન્ટ્સમાં જણાવાયું છે. બ્લૂમબર્ગે લખ્યું કે, ઓળખ ન આપવાની શરતે એક પ્રોપર્ટી બ્રોકરે જણાવ્યું કે, તેની 300 એકર ગ્લૂસ્ટરશાયર પ્રોપર્ટીની વેલ્યુ આ વિસ્તારમાં સમાન સંપત્તિ માટે માર્કેટ વેલ્યુ પર કરવામાં આવે છે, કારણ કે આ જાણકારી ખાનગી છે.

Share This Article