Success story: 14થી 34 વર્ષની મુસાફરી, ટીનએજરે શરૂ કરી કંપની, આજે અબજોપતિ!

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Success story of Nikhil Kamath: તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટની દુનિયામાં પ્રવેશ કર્યો છે, ઉદ્યોગપતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિખિલ કામથના પોડકાસ્ટ પર ઈન્ટરવ્યું આપ્યો હતો. ત્યારથી સૌ જાણવા માંગે છે કે,નિખિલ કામથ કોણ છે, તો ચાલો આજે આપણે નિખિલ કામથના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ જે ઉદ્યોગસાહસિકે લીધો છે તેમને 2024ના ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. તો આજે આપણે નિખિલ કામથની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

- Advertisement -

નિખિલ કામથના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ, જે નાની ઉંમરે કરોડો રુપિયાનો માલિક બન્યો.

અબજોની કમાણી કરનાર ઝેરોધાના સ્થાપક નિખિલ કામથ આજે પણ ભાડાના મકાનમાં રહે છે.તેણે આજ સુધી ઘર ખરીદ્યું નથી. પરંતુ શું તમે નિખિલ કામથના પરિવારને જાણો છો.

- Advertisement -

નિખિલ કામથનો જન્મ 5 સપ્ટેમ્બર, 1986ના રોજ શિમોગા કર્ણાટક, ભારતમાં થયો હતો. કામથનો ઉછેર ઉડુપીના નાના એવા શહેર ઉદયવરામાં થયો હતો. નિખિલ કામથના પિતા રઘુરામ કામથ કેનેરા બેંકમાં એક્ઝિક્યુટિવ હતા, જ્યારે તેમની માતાનું નામ રેવતી કામથ હતુ.

વર્ષ 2010માં નિખિલે તેના ભાઈ નીતિન કામથ સાથે મળીને ઝેરોધાની શરૂઆત કરી હતી. ઝેરોધા સાથે તેમણે Gruhas, હેજ ફંડ ટ્રુ બીકન પણ શરૂ કર્યું. મની મેનેજમેન્ટ કંપની સાથે મળીને તેણે ફિનટેક ઇન્ક્યુબેટર રેઈનમેટર અને રેઈનમેટર ફાઉન્ડેશનની શરુઆત કરી હતી.

- Advertisement -

ઝેરોધાએ નિખિલનું કિસ્મતબદલી નાખ્યું. નિખિલ માત્ર 34 વર્ષની ઉંમરમાં અબજોપતિ બની ગયો હતો. ફોર્બ્સ અનુસાર નિખિલ કામથ અને નીતિન કામથની સંયુક્ત સંપત્તિ 3.45 અબજ ડોલર (લગભગ 28 હજાર કરોડ) છે.

નિખિલે તેની મોટાભાગની કમાણી દાન કરે છે. તેણે પોતાની કમાણીનો અડધો ભાગ ક્લાઈમેટ ચેન્જ, એનર્જી, એજ્યુકેશન અને હેલ્થના ક્ષેત્રોમાં સુધારા માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે.

આજે નિખિલ કામથ અબજોપતિ છે, પરંતુ તેમની અહીં સુધીની સફર ઘણી મુશ્કેલ રહી છે. નિખિલને અભ્યાસમાં રસ નહોતો, તેથી તેણે અધવચ્ચે જ શાળા છોડી દીધી અને એક મિત્ર સાથે ફોન વેચવાનું શરૂ કર્યું. ત્યારે તે 14 વર્ષનો હતો અને આ તેનો પહેલો બિઝનેસ હતો. પરંતુ જ્યારે માતાને ખબર પડી ત્યારે તેણે ફોન તોડીને ફેંકી દીધો હતો.

પરંતુ નિખિલ કામથે હાર ન માની. બાદમાં તેણે 8,000 રૂપિયામાં કોલ સેન્ટરમાં કામ કર્યું હતુ.નિખિલ કામથને પણ ખૂબ જ મુશ્કેલીથી કોલ સેન્ટરમાં નોકરી મળી. તે સમયે તે માત્ર 17 વર્ષનો હતો.

નોકરીના માપદંડ મુજબ તે પુખ્ત વયના વર્ગમાં ન હતો. ત્યારપછી નિખિલને બનાવટી સર્ટિફિકેટ મળ્યું, જેમાં તેણે તેની ઉંમર 18 વર્ષ બતાવી. આ રીતે તેને કોલ સેન્ટરની નોકરી મળી ગઈ.

અહીં નિખિલ સાંજે 4 થી 1 વાગ્યા સુધી કામ કરતો હતો.નિખિલ કામથે 18 વર્ષની ઉંમરે 2010માં પોતાના ભાઈ સાથે મળીને ઝેરોધા કંપનીની સ્થાપના કરી અને આજે તે દેશના યુવા અબજોપતિ છે.

નિખિલ કામથ પાસે અનેક લક્ઝરી કાર છે. તમને જણાવી દઈએ કે, નિખિલ કામથના છૂટાછેડા થઈ ગયા છે અને આ વાત બહુ ઓછા લોકો જાણે છે.

નિખિલ કામથની સ્ટોરી એવા લાખો યુવાનો માટે પ્રેરણા છે જેઓ સંઘર્ષથી ડરી જાય છે અને જ્યારે તેમના સપના ચકનાચૂર થઈ જાય છે ત્યારે નિરાશ થઈ જાય છે. શાળાનો અભ્યાસ પૂરો ન કરી શકવા છતાં, નિખિલ કામથે પોતાની મહેનતથી પોતાનું નસીબ બનાવ્યું અને આજે તે અબજોપતિ છે.

રિપોર્ટ મુજબ નિખિલે 18 એપ્રિલ 2019ના રોજ ઈટાલીમાં અમાંડા પુરવંકરા સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના થોડા સમય બાદ જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

Share This Article