Success Story of Prem Watsa: આજે પૂરી દુનિયામાં ભારતીયોનો ડંકો છે. અમેરિકા, યુરોપ હોય કે પછી ખાડી દેશ, દરેક જગ્યાએ ભારતીય બિઝનેસમેન અને પ્રોફેશનલ્સની ચર્ચા છે. કેનેડાની બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટની દુનિયામાં પણ એક ભારતવંશીનું નામ બહુ જ ઈઝ્ઝત સાથે લેવામાં આવે છે અને તેમને કેનેડાના ‘વોરેન બફેટ’ કહેવામાં આવે છે. આ બિઝનેસમેન છે પ્રેમ વત્સ. કેનેડાના સૌથી ધનાઢ્ય ભારતીય મૂળના વત્સ $97 બિલિયનની વિશાળકાય ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સના ચેરમેન અને સીઇઓ છે. ભારતથી ખિસ્સામાં માત્ર 64 રૂપિયા લઈને ભણવા માટે કેનેડા ગયેલા પ્રેમ વત્સની નેટવર્થ આજે ફોર્બ્સના અનુસાર, 17,217 કરોડ રૂપિયા છે. તેમની કંપનીએ ભારતમાં પણ મોટું રોકાણ કર્યું છે.
5 ઓગસ્ટ 1950ના રોજ હૈદરાબાદના એક મધ્ય વર્ગના પરિવારમાં પ્રેમ વત્સનો જન્મ થયો હતો. તેઓ ભણવામાં હંમેશા અવ્વલ આવતા હતા. 1971માં તેમણે IIT મદ્રાસથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. સારી તકોની શોધમાં પ્રેમ વત્સ કેનેડા ગયા અને વેસ્ટર્ન ઓંટારિયો યૂનિવર્સિટી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના માસ્ટર કોર્સમાં એડમિશન લીધું. આ ડિગ્રી તેમના કરિયરની ટર્નિંગ પોઈન્ટ બની ગઈ.
માત્ર 64 રૂપિયા લઈને ગયા હતા કેનેડા- પ્રેમ વત્સ જ્યારે ભણવા માટે કેનેડા ગયા, તો તેમની પાસે વધારે રૂપિયા ન હતા. ત્યારે તેમની પાસે માત્ર 64 રૂપિયા જ હતા. કેનેડામાં રહેવા અને ભણવાનો ખર્ચ ચલાવવા માટે તેમણે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે ડૂર-ટૂ-ડોર જઈને હોમ અપ્લાયન્સ કંપનીની પ્રોડક્ટ વેચવા લાગ્યા. કામ અને અભ્યાસ બંને ચાલુ રાખતાની સાથે જ તેમણે માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કરી લીધી.
1974માં શરૂ કરી નોકરી
1974માં, પ્રેમ વત્સે કેનેડાની કોન્ફેડરેશન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં સ્ટોક પોર્ટફોલિયો મેનેજર તરીકે કામ કર્યું. અહીંથી તેણે વીમા અને રોકાણની જટિલતાઓ શીખી. થોડા વર્ષો પછી, તેમણે રોકાણ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરીને હેમ્બલિન વાટ્સા ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ લિ.ની સ્થાપના કરી. 1985માં તેમણે ટોરોન્ટો સ્થિત ફાઇનાન્શિયલ સર્વિસ કંપની ફેરફેક્સ ફાઇનાન્શિયલનું નિયંત્રણ મેળવ્યું. આ પછી પ્રેય વત્સે ક્યારેય પાછું વળીને જોયું નથી.
આજે આ કંપની નોર્થ અમેરિકા, યુરોપ, એશિયા અને વેસ્ટ એશિયામાં પોતાનો બિઝનેસ પ્રસારી ચૂકી છે. કંપની ભારતમાં પણ મોટાયેર રોકાણ કરી રહી છે. વર્ષ 2024માં ફેરફેક્સની ચોખ્ખી આવક 319,679 કરોડ રૂપિયા હતા. ભારત સરકારે જાન્યુઆરી 2020માં પ્રેમ વત્સને પદ્મક્ષીથી સમ્માનિત કર્યા હતા.