Success Story: આ વ્યક્તિએ સૌથી પહેલા 100 કરોડનું હેલિકોપ્ટર ખરીદ્યું અને ઉધાર પૈસા લઈને બિઝનેસ શરૂ કર્યો હતો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Success Story of Ravi Pillai: કેટલાક લોકો એવા હોય છે, જેમનું સમગ્ર જીવન પ્રેરણાથી ભરેલું હોય છે. આજે અમે તમારા માટે આવી જ એક સફળતાની કહાની લઈને આવ્યા છીએ. તેમનું નામ તે ભારતીય અરબપતિઓની સાથે લેવાય છે, જેમણે શૂન્યથી શરૂઆત કરી હતી અને હવે તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોમાંથી એક છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત એક નાના વેપારી તરીકે કરી હતી અને બાદમાં એક સફળ બિઝનેસમેન બની ગયા હતા. અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ, તેમનું નામ રવિ પિલ્લઈ છે. રવિ પિલ્લઈ આરપી ગ્રુપના ચેરમેન છે. તેમની કંપની મુખ્યત્વે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. જોકે, આ ગ્રુપ રિયલ એસ્ટેટ અને બાંધકામ સિવાય પણ અન્ય ઘણા ઉદ્યોગોમાં કામ કરે છે.

કેટલી છે સંપત્તિ?

- Advertisement -

ફોર્બ્સની યાદીમાં 3 જાન્યુઆરી સુધી રવિ પિલ્લઈની રિયલ ટાઈમ નેટવર્થ 3.5 બિલિયન અમેરિકી ડોલર હોવાનું જણાવાયું છે. ભારતીય રૂપિયામાં આ અંદાજે 30,020 કરોડ થાય છે. રવિ પિલ્લઈનું કન્સ્ટ્રક્શનનું કામ છે, તેથી દેખીતી રીતે તેમની પાસે મકાનોની કોઈ કમી નહીં હોય. તેમની પાસે વિશ્વભરમાં ઘણા ઘર છે, જેમાં દુબઈમાં બુર્જ ખલીફા ટાવરમાં એક એપાર્ટમેન્ટ પણ સામેલ છે.

હેલિકોપ્ટર ખરીદનાર પહેલા ભારતીય!

- Advertisement -

મીડિયા રિપોર્ટ અનુસાર, રવિ પિલ્લઈ દેશના પહેલા વ્યક્તિ છે, જેમણે 100 કરોડ રૂપિયાનું એક નવું હેલિકોપ્ટર ખરીદ્યું હતું. ત્યારે રવિ પિલ્લઈએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. એરબસ પાસેથી હેલિકોપ્ટર ખરીદના તેઓ પહેલા ભારતીય છે.

અભ્યાસ દરમિયાન શરૂ કર્યો બિઝનેસ

- Advertisement -

આજે તેમનું આરપી ગ્રુપ મધ્ય પૂર્વમાં ભારતીયોને સૌથી વધારે રોજગાર આપનાર ગ્રુપ બની ગયું છે. 71 વર્ષના રવિ પિલ્લઈનો જન્મ કેરળમાં થયો હતો. તેમના પિતા ખેડૂત હતા, પરંતુ રવિ પિલ્લઈ ખેતી કરવા માંગતા ન હતા. તેઓ જ્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમણે તેમનો પહેલો બિઝનેસ શરૂ કર્યો હતો. કોલ્લમમાં તેમણે એક ચિટ ફંડ શરૂ કર્યું હતું. એવું કહેવાય છે કે, આ બિઝનેસ તેમણે ઉધાર પૈસા લઈને શરૂ કર્યો હતો.

1978માં સાઉદી અરેબિયા ગયા

બાદમાં તેમણે એક એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટ શરૂ કર્યો અને કેરળના કેટલાક ઔદ્યોગિક ગૃહો જેમ કે ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર લિમિટેડ, હિન્દુસ્તાન ન્યૂઝપ્રિન્ટ લિમિટેડ અને કોચીન રિફાઇનરીઓ માટે કામ કર્યું. જોકે, શ્રમિકોની હડતાલને કારણે તેમને તેમનો બિઝનેસ બંધ કરવાની ફરજ પડી હતી, ત્યારબાદ તેઓ વર્ષ 1978માં સાઉદી અરેબિયા ચાલ્યા ગયા અને ત્યાં તેમણે એક નાનો બિઝનેસ શરૂ કર્યો. બે વર્ષ પછી તેઓ ઉત્પાદન ક્ષેત્રે ચાલ્યા ગયા અને 150 કર્મચારીઓની સાથે નાસર એસ. અલ હજરી કોર્પોરેશન (NSH)ની સ્થાપના કરી, જે આરપી ગ્રુપ બની ગયું. રવિ પિલ્લઈએ ગલ્ફ દેશોમાંથી કમાયેલી પુષ્કળ રૂપિયાનો ઉપયોગ તેમના દેશમાં રોકાણ કરવા માટે કર્યો અને આજે તેમની ભારતીય બેંકો, હોટલો અને રિયલ એસ્ટેટમાં ભાગીદારી છે.

Share This Article