Success Story: મમ્મીના શબ્દોની અસર, દીકરી બની પ્રથમ મહિલા NDA ટોપર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Success Story of Shanan Dhaka :  વર્ષ 2021થી પહેલા નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા મહિલાઓ માટે બંધ હતા. સુપ્રીમ કોર્ટના આદેશ પછી વર્ષ 2021માં પહેલીવાર એનડીએમાં મહિલાઓ માટે બેચ શરૂ કરવામાં આવી. આ પહેલી બેન્ચમાં હરિયાણાની રહેવાસી 19 વર્ષીય શનન ઢાકાએ ઇતિહાસ રચી દીધો. તે એનડીએની મહિલા બેચની પહેલી ટોપર બની.

એનડીએ મહિલા ઉમેદવારની પહેલી બેચમાં કુલ 19 મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી. આ કોર્સ મે 2025માં પૂરો થશે. આવો જાણીએ કે, શનન ઢાકાને આ માટે કોણે પ્રેરણા આપી.

- Advertisement -

સિવિલ સર્વિસ કે ડિફેન્સ હતું સપનું

શનનની જ્યારે નેશનલ ડિફેન્સ એકેડમી માટે પસંદગી થઈ, તો તે દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રીરામ કોલેજ ફોર વુમેનમાં બીએ કરી રહી હતી. શનન જણાવે છે કે, બાળપણથી જ તેના બે જ સપના હતા – સિવિલ સર્વિસમાં જવું અથવા તો આર્મી જોઈન કરવું. આ માટે જ્યારે એનડીએનું નોટિફિકેશન આવ્યું તો તેણે તરત જ અરજી કરી દીધી.

- Advertisement -

દેશ સેવા છે લોહીમાં

શનન ઢાકા સેનાનો માહોલ વારસામાં મળ્યો છે. તેના દાદા ચંદ્રભાન સિંહ સેનામાં સુબેદાર હતા, તો તેના પિતા વિજય કુમારા ઢાકા સેનામાં નાયબ સુબેદાર છે. શનનનું બાળપણ સેનાની છાવણીઓમાં પસાર થયું છે.

- Advertisement -

પ્રાથમિક શિક્ષણથી જ ભણવામાં હોશિયાર

શનન ઢાકા સ્કૂલના દિવસોથી જ હોશિયાર રહી છે. તેણે 10માંની પરીક્ષામાં 97.4% અને ધોરણ 12 બોર્ડમાં 98.2% માર્ક્સ મેળવ્યા હતા. એનડીએ ક્લિયર કર્યા પછી શનને જણાવ્યું હતું કે, તેનું બેઝિક્સ ક્લિયર હતું. એટલા માટે વધુ મહેનત કરવી પડી નહીં.

માંના એક ફિલ્મી ડાયલોગે પ્રેરણા આપી

શનન એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવે છે કે, એનડીએ ટોપર બનવામાં તેની માતાના એક ડાયલોગની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. તે જણાવે છે કે, અમને ત્રણેય બહેનોને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ઉછેરવામાં આવી. અમે લોકો આખા કુટુંબ સાથે ‘દંગલ’ ફિલ્મ જોવા ગયા હતા. ત્યાંથી આવીને મમ્મી એક ડાયલોગ વારંવાર બોલતી હતી. ‘યે બાત મેરે સમજ મેં ન આઈ કિ ગોલ્ડ તો ગોલ્ડ હોતા હૈ, છોરા લાવે યા છોરી.’ માં મને જ્યારે બોલતી તો અમે જોશથી ભરાઈ જતા હતા. મેં નક્કી કરી લીધું કે મારે કંઈક એવું કરવું છે જેથી મમ્મીને મારા પર અને ત્રણેય દીકરીઓ પર ગર્વ થાય.

Share This Article