દેશની ટોચની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં IITનું નામ આવે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવાનું સ્વપ્ન જુએ છે, પરંતુ માત્ર થોડા જ વિદ્યાર્થી પ્રવેશ પરીક્ષા પાસ કરી શક્યા છે. આઈઆઈટીમાં પ્રવેશ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. IITમાંથી બહાર આવતા વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીમાં મોટી સફળતા હાંસલ કરે છે અને દેશના વિકાસમાં યોગદાન આપે છે.
તેમજ એવા વિદ્યાર્થીઓ પણ છે જેમણે IITમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ IITમાંથી અભ્યાસ કર્યો ન હતો અથવા પ્રવેશ લીધા પછી અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. પરંતુ શું તમે જાણો છો કે આ IIT ડ્રોપઆઉટ આજે અબજોપતિ ઉદ્યોગપતિઓ, પ્રખ્યાત વકીલો અને વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓ છે.
1. મુકેશ અંબાણી- દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ IIT અધવચ્ચે જ છોડી દીધું હતું. આ પછી તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજીમાં અભ્યાસ કરવા ગયા હતાં. આજે મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન છે અને તેમનું નામ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે.
2. શાશ્વત નકરાણી- શાશ્વત નકરાણી ભારત પેના સ્થાપક, અબજોપતિ બનનાર સૌથી યુવા ભારતીય છે. માત્ર 23 વર્ષની ઉંમરે તેણે દુનિયામાં પોતાની ઓળખ બનાવી હતી. તેણે આઈઆઈટીનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને ભારત પે શરૂ કરી.
3. રાહુલ યાદવ- હાઉસિંગ ડોટ કોમના સ્થાપક રાહુલ યાદવ, તેમના જીવનમાં કંઈક અલગ કરવા માંગતા હતા અને તેમના વિચારને સફળ બનાવવા માટે તેમણે તેમના અંતિમ વર્ષમાં આઈઆઈટીનો અભ્યાસ છોડી દીધો. આ પછી રાહુલ યાદવે હાઉસિંગ ડોટ કોમના રૂપમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ક્રાંતિ લાવી દીધી હતી.
4. પ્રશાંત ભૂષણ- દેશના જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે IIT પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી અને ત્યાર બાદ તેમણે IIT મદ્રાસમાં પણ પ્રવેશ લીધો હતો. પરંતુ તેણે એક સેમેસ્ટરનો અભ્યાસ કર્યા બાદ IIT છોડી દીધી. આ પછી તેણે B.Sc માં એડમિશન લીધું હતું.
5. અઝહર ઇકબાલ- ટીવી શો શાર્ક ટેન્કના જજ અને ન્યૂઝ એપ ઇનશોર્ટ્સના સ્થાપક અઝહર ઇકબાલને દરેક વ્યક્તિ જાણે છે. તેણે પોતાનું સપનું પૂરું કરવા માટે આઈઆઈટીનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો.