TOP 10 Common UPSC Interview Questions List: દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા ગણાતી યુપીએસસી પરીક્ષાના છેલ્લાં ચરણ એટલે કે ઇન્ટરવ્યૂની શરૂઆત 7 જાન્યુઆરીથી થઈ છે. પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા પાસ કરનાર 2845 ઉમેદવાર યુપીએસસી ઇન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવ્યા છે. યુપીએસસી ઇન્ટરવ્યૂ 7 જાન્યુઆરીથી 17 એપ્રિલ 2025 સુધી સંઘ લોક સેવા આયોગ (UPSC) ના મુખ્ય કચેરીમાં આયોજિત કરવામાં આવશે. આવી સ્થિતિમાં, UPSC ઇન્ટરવ્યુ આપવા જઇ રહેલા ઉમેદવારો ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા પ્રશ્નોને લઈને ઘણીવાર ટેન્શનમાં રહે છે. UPSC ઇન્ટરવ્યુમાં શું પૂછવામાં આવે છે? UPSC ઇન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે? જો તમે પણ આ જાણવા માંગતા હોવ તો આ યોગ્ય જગ્યા છે.
જવાબો તૈયાર કરો
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા 2024નું પરિણામ 9 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આમાં, સફળ ઉમેદવારોએ વ્યક્તિત્વ પરીક્ષણ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. UPSC ઇન્ટરવ્યુમાં, ઉમેદવારોના જ્ઞાન અને કૌશલ્ય તેમજ વર્તનની કસોટી કરવામાં આવે છે. જેના માટે આ 10 પ્રશ્નો સૌથી સામાન્ય છે. યુપીએસસી ઇન્ટરવ્યૂમાં આમાંથી જ એક કે બે પ્રશ્નો પુછવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે આના જવાબોને પહેલા તમારી તરફથી તૈયાર કરી શકો છો.
પ્રશ્ન-1. તમારા વિશે કહો.
પ્રશ્ન-2. તમે ક્યાંથી છો? તમારા વતન અને કુટુંબ વિશે કંઈક કહો.
પ્રશ્ન-3. તમારા નામનો અર્થ તમને ખબર છે? આ વિશે કંઈક કહો.
પ્રશ્ન-4. તમારો ઑપ્શનલ વિષય ગ્રેજ્યુએશનની વિષયોથી અલગ છે? એવું કેમ? તમે આ વિષયને કેમ પસંદ કર્યો?
પ્રશ્ન-5. હાલના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ વિશે તમારી શું રાય છે?
પ્રશ્ન-6. આજની 5 મોટી હેડલાઈનો શું છે?
પ્રશ્ન-7. તમે IAS/IPS ઓફિસર જ કેમ બનવા માંગો છો?
પ્રશ્ન-8. જો તમે ડૉક્ટર/એન્જિનિયર/શિક્ષક તરીકે પહેલેથી જ સામાન્ય લોકો માટે કામ કરી રહ્યા હો, તો પછી પણ તમે યુપીએસસી કેમ પસંદ કર્યો?
પ્રશ્ન-9. તમારી સૌથી મોટી એક શક્તિ અને દુર્બળતા શું છે?
પ્રશ્ન-10. તમારા જીવનમાં કોઈ પડકારજનક પરિસ્થિતિ વિશે જણાવો અને તમે તેને કેવી રીતે સંભાળી?
આ પ્રશ્નોને જોઈને, તમે IAS/IPS સરકારી નોકરીના ઈન્ટરવ્યુ માટે તમારી તૈયારીને વધુ મજબૂત બનાવી શકો છો . આ પ્રશ્નો ઉપરાંત, પરિસ્થિતિ, રાજ્ય/જિલ્લો/ગામ, કાર્ય પ્રોફાઇલ, વર્તમાન બાબતો અને દેશના અન્ય મુદ્દાઓને લગતા પ્રશ્નો પણ પૂછી શકાય છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઇન્ટરવ્યુ દરમિયાન તેમના ડ્રેસ કોડ, બોડી લેંગ્વેજ અને બોલવાની રીત પર વિશેષ ધ્યાન આપે.