H-1B Visa News: USમાં આ વર્ષથી H-1B વિઝા પ્રોગ્રામમાં 5 મોટા ફેરફાર

Arati Parmar
By Arati Parmar 3 Min Read

US H-1B Visa Rules: અમેરિકાનું ‘ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટી’ H-1B વિઝા પ્રોગ્રામના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવા ફેરફારો 17 જાન્યુઆરીથી અમલમાં આવશે. H-1B મોડર્નાઇઝેશન ફાઇનલ રૂલ તરીકે ઓળખાતો આ ફેરફાર અમેરિકામાં કુશળ વિદેશી કામદારોની ભરતી કરવાની પ્રક્રિયાને સરળ બનાવશે. આ ફેરફારો પાછળનું કારણ કંપનીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા, વિઝા પ્રક્રિયાને સરળ બનાવવા અને નિયમોની સ્પષ્ટતા કરવાનો છે જેથી નોકરીદાતાઓ વિઝા પ્રક્રિયાને સરળતાથી સમજી શકે.

H-1B વિઝા પ્રોગ્રામ દ્વારા, અમેરિકન કંપનીઓ વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી કામદારોને હાયર કરે છે. કંપનીઓએ વિદેશી કામદારોને સ્પોન્સર કરવાના હોય છે. આ કારણે જ નવા નિયમો બાદ H-1B વિઝા માટે અરજી કરનાર કંપનીઓ/એમ્પ્લોયરે હવે ફોર્મ I-129નો ઉપયોગ કરવો પડશે. આ ફોર્મ 17 જાન્યુઆરીથી ફરજિયાત રહેશે. કંપનીઓને નવા ફેરફારોથી વાકેફ કરવા માટે, ‘યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ’ (યુએસસીઆઈએસ) એ તેની વેબસાઇટ પર તમામ ફેરફારો પ્રકાશિત કર્યા છે.

- Advertisement -

H-1B પ્રોગ્રામમાં કયા મોટા ફેરફારો થઈ શકે છે?

વિઝા માટે અરજી કરતી વખતે, તે સાબિત કરવું પડશે કે વિદેશી કામદાર પાસે જે નોકરી માટે તેને રાખવામાં આવી રહ્યો છે તે કરવા માટે તેની પાસે જરૂરી ડિગ્રી છે.

- Advertisement -

બિન-લાભકારી અને સરકારી સંશોધન સંસ્થાઓને H-1B વિઝાની સંખ્યાની વાર્ષિક મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવશે. તેમના માટે યોગ્યતાના માપદંડ પણ અપડેટ કરવામાં આવ્યા છે.

વિઝા પ્રોગ્રામમાં ફેરફારનો સૌથી મોટો ફાયદો ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓને મળશે. એફ-1 વિઝા પર અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને હવે વિઝા મેળવવામાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં.

- Advertisement -

જો કોઈ વ્યક્તિએ પહેલાથી જ H-1B વિઝા મેળવ્યો હોય અને તે તેના માટે ફરીથી અરજી કરી રહ્યો હોય, તો USCIS તેની અરજીને ઝડપથી મંજૂર કરશે.

નવા નિયમો હેઠળ, USCIS કંપનીઓની તપાસ કરી શકે છે કે H-1B વિઝા મળ્યા પછી નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ.

વર્તમાનમાં અમેરિકામાં દર વર્ષે 65 હજાર H-1B વીઝા જારી કરવામાં આવે છે. આ સિવાય, 20 હજાર વીઝા અમેરિકી સંસ્થાઓમાંથી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને મળે છે. H-1B વીઝામાં આ બદલાવ તે સમયે કરવામાં આવી રહ્યા છે જ્યારે આને લઇને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોનું કહેવું છે કે આ પ્રોગ્રામને બંધ કરી દેવો જોઈએ, કારણ કે આથી અમેરિકન લોકોની નોકરીઓ છૂટી રહી છે. તેમ છતાં, ટ્રમ્પ આ પ્રોગ્રામના સમર્થનમાં દેખાય રહ્યા છે.

Share This Article