US Visa Rules Change: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ઉપયોગી માહિતી, આ વાત પર ધ્યાન રાખો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

US Visa Rules Change: અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય અને ભારતીય મૂળના નાગરિકો વસે છે. જેમના હજુ પણ ભારત સાથેના સંબંધો છે. જેમાં પારિવારિક સંબંધોથી લઈને વેપાર સહિતના સંબંઘોનો સમાવેશ થાય છે. લગ્ન પ્રસંગ હોય, કોઈ કાર્યક્રમ હોય કે પછી કોઈ વેપારને લગતી બાબત હોય અમેરિકાથી ભારત આવનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. હવે જેઓ ભારત આવ્યા પછી અમેરિકા પરત જવા માગે છે કે અમેરિકાના વિઝા મેળવવા માગે છે તેમણે એક બદલાયેલા નિયમને ધ્યાનમાં રાખવો પડશે. ભારતમાં રહેલી અમેરિકાની એમ્બેસી દ્વારા પાછલા વર્ષના અંતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભારતથી અમેરિકા જવા માગે છે તેમણે આ બાબત ધ્યાનમાં રાખવી જરુરી છે.

હવેથી જો ભારતમાં અમેરિકાના વિઝા માટેની અપોઈન્ટમેન્ટ લીધી હોય તો તેને તમે 2થી વધુ વખત રિ-શિડ્યુલ કરાવી શકતા હતા. એટલે કે એક વખત વિઝા માટે અરજી કર્યા પછી તમે અપોઈન્ટમેન્ટને ત્રણ વખત રિ-શિડ્યુલ કરાવી શકતા હતા. જોકે, પાછલા વર્ષના અંતમાં જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને 1 જાન્યુઆરી 2025થી લાગુ કરી દેવામાં આવ્યો છે અને તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.

- Advertisement -

એટલે કે હવે અમેરિકાના વિઝા માટે અરજી કરી હોય તો તેને વધુમાં વધુ એક જ વખત રિ-શિડ્યુલ કરાવી શકશો અને તેનાથી વધુ વખત રિ-શિડ્યુલ કરાવવાની તક મળશે નહીં. આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે જો કોઈ વ્યક્તિ અમેરિકાના વિઝા માટે અરજી કરે છે અને પછી તેને એકથી વધુ વખત રિ-શિડ્યુલ કરાવવાની જરુર પડે છો તો જૂની અરજી રદ્દ થઈ જશે અને ફરીથી નવી અરજી કરવી પડશે.

આવી સ્થિતિમાં ફરી વિઝા માટે અપોઈન્ટમેન્ટ લેવા માટે નવી ફી ભરવી પડશે. તમામ પ્રક્રિયા નવેસરથી કરવી પડશે. હવે જેમણે પણ અમેરિકાના વિઝા માટે અરજી કરી છે તેમણે ધ્યાન રાખવું પડશે કે તેઓ પોતાની વિઝા અરજી માટેની અપોઈન્ટમેન્ટને એક જ વખત રિ-શિડ્યુલ કરાવી શકશો.

- Advertisement -

અમેરિકાના વિઝા મેળવવા માટેની અરજી કર્યા પછી અપોઈન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરાવવાની બાબતમાં સ્ટૂડન્ટ્સ, વિઝા, વિઝિટર વિઝા કે કોઈપણ વિઝા હશે તેમાં આ બાબત લાગુ પડશે. આ નવો નિયમ 1 જાન્યુઆરીથી લાગુ કરી દેવામાં આવ્યો છે.

Share This Article