US Work Life Balance: વિદેશમાં કામ કરવું એ ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય છે કારણ કે તેમને વધુ સારા વર્ક-લાઈફ બેલેન્સની જરૂર હોય છે. અમેરિકાને વિશ્વના એવા દેશોમાં ગણવામાં આવે છે જ્યાં વર્ક-લાઇફ બેલેન્સ વધુ સારું છે. જો કે, અમેરિકામાં એવા ઘણા રાજ્યો છે જ્યાં વર્ક-લાઈફ બેલેન્સ સારું નથી. ફોર્બ્સે ‘વાજિરી લો ગ્રુપ’ દ્વારા કરાયેલા સંશોધનના આધાર પર અમેરિકા ના તે 10 રાજ્યો વિશે જણાવ્યું છે, જ્યાં વર્ક-લાઇફ બેલેન્સ સારું નથી.
આ યાદી તૈયાર કરવા માટે ખાસ માપદંડોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમ કે લોકો પાસે કેટલા પૈસા બચે છે, ઓફિસ પહોંચવા માટે કેટલો સમય લાગે છે, અઠવાડિયામાં કેટલા કલાક કામ કરવું પડે છે, કામની જગ્યા કેટલી સુરક્ષિત છે અને લોકો કેટલા ખુશ છે. દરેક રાજ્યને એક સ્કોર આપ્યો છે. વધુ સ્કોરનો અર્થ એ છે કે ત્યાં કામ અને ખાનગી જીવનમાં સંતુલન બનાવવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, આવો જાણીએ કે અમેરિકા ના એ 10 રાજ્ય કયા છે, જ્યાં વર્ક-લાઇફ બેલેન્સ ખરાબ છે.
ખરાબ વર્ક-લાઇફ બેલેન્સ ધરાવનારા રાજ્ય
હવાઈ: ખરાબ વર્ક-લાઇફ બેલેન્સ ધરાવનારા રાજ્યોની યાદીમાં પહેલું નામ હવાઈનું છે, જેને સૌથી વધુ 98.3 નો સ્કોર મળ્યો છે. અહીંના લોકોની સરેરાશ ડિસ્પોઝેબલ આવક ફક્ત 5,929 ડોલર છે, એટલે કે મોટાભાગના લોકો પાસે વધારે પૈસા વધતા નથી.
લુઇસિયાનાઃ અમેરિકાના આ રાજ્યનો સ્કોર 95.2 છે. લ્યુઇસિયાનામાં લોકો અઠવાડિયામાં સરેરાશ 44.3 કલાક કામ કરે છે અને તેમનો હેપ્પીનેસ સ્કોર માત્ર 34.81 છે. કાર્યસ્થળની સલામતીના સંદર્ભમાં પણ લ્યુઇસિયાના 40મા ક્રમે છે.
ટેનેસી: ટેનેસીનો સ્કોર 93.5 છે. અહીંના લોકો અઠવાડિયામાં સરેરાશ 40.1 કલાક કામ કરે છે અને તેમની ડિસ્પોઝેબલ આવક $18,078 છે. કાર્યસ્થળની સલામતીના સંદર્ભમાં ટેનેસી 11મા ક્રમે છે. કામકાજના લાંબા સમયના કારણે લોકો પરેશાન રહે છે.
કેન્ટુકી: કેન્ટુકી, યુએસએનો સ્કોર 92.5 છે. અહીં પણ લોકો અઠવાડિયામાં સરેરાશ 40.8 કલાક કામ કરે છે અને તેમનો હેપ્પીનેસ સ્કોર માત્ર 38.3 છે. કાર્યસ્થળની સલામતીના સંદર્ભમાં કેન્ટુકી 20મા ક્રમે છે.
નેવાડા: નેવાડાનો સ્કોર 90.9 છે. અહીંના લોકોએ દર અઠવાડિયે સરેરાશ 39.7 કલાક કામ કરવું પડે છે અને તેમની ડિસ્પોઝેબલ આવક $13,860 છે. સલામત કાર્યસ્થળ હોવા છતાં, લોકો હજુ પણ ઘણા પડકારોનો સામનો કરે છે.
વર્મોન્ટ: આ રાજ્યનો સ્કોર 89.9 છે. વર્મોન્ટ કાર્યસ્થળની સલામતીની વાત આવે ત્યારે ટોચની નજીક આવે છે. અહીં લોકોની ડિસ્પોઝેબલ આવક $15,263 છે અને હેપીનેસ સ્કોર 48.46 છે. આર્થિક તંગી અને ઓછી ખુશીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ઇન્ડિયાના: ઇન્ડિયાનાનો સ્કોર 85.1 છે. અહીં લોકો દર અઠવાડિયે સરેરાશ 40.6 કલાક કામ કરે છે. આ રાજ્યમાં લોકોની ડિસ્પોઝેબલ આવક $17,293 છે. કાર્યસ્થળની સલામતી માટે ઇન્ડિયાના 12મા ક્રમે છે, જે થોડી સારી છે.
વેસ્ટ વર્જિનિયાઃ આ અમેરિકન રાજ્યનો સ્કોર 85 છે. વેસ્ટ વર્જિનિયા કાર્યસ્થળની સલામતીની દ્રષ્ટિએ સૌથી નીચું 45મા ક્રમે છે અને 33.83 પર સૌથી નીચો હેપ્પીનેસ સ્કોર પણ ધરાવે છે. અહીંના લોકો અઠવાડિયામાં સરેરાશ 40 કલાક કામ કરે છે અને ઓફિસ આવવા-જવામાં પણ ઘણો સમય લાગે છે.
એરિઝોના: એરિઝોનાનો સ્કોર 83.5 છે. અહીંના લોકોની ડિપોઝેબલ આવક $18,764 છે અને તેઓ અઠવાડિયામાં સરેરાશ 40.6 કલાક કામ કરે છે. જેના કારણે કામ કરતા લોકો માટે પરિસ્થિતિ મુશ્કેલ બની જાય છે.
દક્ષિણ કેરોલિના: આ રાજ્યનો સ્કોર 82.7 છે. લોકોની ડિસ્પોઝેબલ આવક $15,824 છે અને હેપ્પીનેસ સ્કોર 49.62 છે. કાર્યસ્થળની સુરક્ષાના સંદર્ભમાં દક્ષિણ કેરોલિના 16મા ક્રમે છે.