છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 4 Min Read

છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
Rape and Murder: આપણે અવારનવાર એવા દૂષ્કર્મના કિસ્સાઓ સાંભળ્યાં હશે કે જેમાં મહિલાઓને દૂષ્કર્મનો શિકાર બનાવવામાં આવી હોય પરંતુ ગોધરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જે સાંભળીને તમારા હોશ ઉડી જશે, અહીં એક 15 વર્ષના કિશોરને તેના જ મિત્રોએ બનાવ્યો છે હવસનો શિકાર અને ત્યારબાદ તે આ અંગે કોઈને જાણ ન કરે તે માટે તેને જાનથી મારી નાખવામાં આવ્યો.

આપણે અવારનવાર એવા દૂષ્કર્મના કિસ્સાઓ સાંભળ્યાં હશે કે જેમાં મહિલાઓને દૂષ્કર્મનો શિકાર બનાવવામાં આવી હોય પરંતુ ગોધરામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જે સાંભળીને તમારા હોશ ઉડી જશે, અહીં એક 15 વર્ષના કિશોરને તેના જ મિત્રોએ બનાવ્યો છે હવસનો શિકાર અને ત્યારબાદ તે આ અંગે કોઈને જાણ ન કરે તે માટે તેને જાનથી મારી નાખવામાં આવ્યો. જો કે, આરોપીઓ પોતાનું પાપ છુપાવી ન શક્યા અને આવી ગયા પોલીસ સકંજામાં ત્યારે શું હતી આખીયે ઘટના જોઈએ આ રિપોર્ટમાં.

- Advertisement -

જીહાં… બરાબર સાંબળ્યું તમે માત્ર મહિલાઓ જ નહીં આ ઘટના સાંભળીને તમને થશે કે શું હવે પૂરુષો પણ સુરક્ષિત નથી? કેમકે પંચમહાલના ગોધરામાંથી સામે આવી છે આવી જ ઘટના જ્યાં એક 15 વર્ષિય સગીરને તેના મિત્રો દ્વારા હોટેલમાં જમવા જઈએ છીએ તેવી લાલચ આપીને અવાવરું જગ્યાએ લઈ જઈને તેની સાથે દૂષ્ક્રમ આચરવામાં આવ્યું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખવામાં આવી. જો કે, આ અંગે પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલીક આરોપી મિત્રોની ધરપકડ કરી લીધી છે.

મિત્ર એ જ કર્યુ મિત્ર આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
આ સમગ્ર બનાવના ઘટનાક્રમ ઉપર નજર કરીએ તો વેજલપુરના મોટા મહોલ્લા વિસ્તારમાં રહેતા ઇમરાને 21 નવેમ્બરના રોજ રાત્રે તેની બાઇક તેના એક મિત્રને આપી અને તેણે તેના અન્ય મિત્રને હોળી ચકલા પાસેથી બેસાડી ચલાલી રોડ ચોકડી પાસે મૂકી જવા જણાવ્યું. ઇમરાન અને તેનો મિત્ર આરીફ ચોકડી પાસે ઉભા હતા ત્યાં કિશોરને ઉતાર્યા બાદ ઇમરાન પથિયા તેના મિત્રને બાઇક ઉપર પરત વેજલપુર ગામમાં મૂકી આરીફ અને કિશોર પાસે આવી ગયા. ત્યારબાદ આરીફ અને ઇમરાન બાઇક ઉપર કિશોરને બેસાડી નજીકમાં ચલાલી રોડ ઉપર આવેલા ખાલી પ્લોટવાળી જગ્યાએ લઈ ગયા, જ્યાં આરીફ અને ઈમરાને સગીરવયના મિત્ર સાથે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ. મિત્રોએ કરેલી હરક્તથી ડઘાઈ ગયેલા કિશોરે તેની સાથે કરાયેલા કૃત્ય અંગેની જાણ તેના માતા પિતાને કરી દેવાનું જણાવ્યું.

- Advertisement -

સગીર કિશોર સાથે દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા
આ દરમિયાન આરીફ અને ઇમરાને દ્વારા કરાયેલી હરકત અંગેની જાણ સૌને થઈ જશે એવા ડર સાથે તેમણે તેમના સગીરવયના મિત્રનું કાસળ કાઢી નાંખવાનું નક્કી કર્યું ત્યાંજ તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો. ત્યારબાદ સમગ્ર બાબતને છુપાવવા માટે કિશોરના મૃતદેહને આરીફ અને ઇમરાન બંને બાઇક ઉપર નજીકમાં આવેલા પાણી ભરેલા તળાવમાં ફેંકી દીધો જેથી જોનારાને લાગે કે તળાવમાં પડી જવાથી સગીરનું મોત થયું છે. જો કે, કિશોર મોડી રાત સુધી કિશોર ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધ ચલાવી આખરે બીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી લીધી.

સગીરોની આ માનસિકતાથી પરિવારજનો પણ ચોંકી ઉઢ્યા હતા જો કે આ અઁગે પોલીસને જાણ કરતી પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરતા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા અને ગણતરીના કલાકોમાં જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરીફ ઉર્ફે ડિંગુ યાકુબ પાડવા અને ઇમરાન નામના બંને આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા..જ્યાં નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે..ત્યારે હાલતો પોલીસ દ્વારા બંને આરોપીઓની વધૂ પૂછપરછ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -
Share This Article