સુરતના ઉધનામાં સગીરા સાથે છેડતી કરનાર આરોપીને પોલીસ ભણાવ્યો પાઠ….આરોપી વિધર્મી નિમુદ્દીનનું કાઢવામાં આવ્યું સરઘસ….જાહેરમાં માફી મંગાવવામાં આવી……આરોપીનો ભર બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો
સુરતના ઉધના વિસ્તારમાં આઠમી ડિસેમ્બરના રોજ બે બાળકીની સાથે છેડતી થઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે રીતે આ ગંભીર ઘટના બની હતી ત્યારબાદ ઉધના પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઉધના પોલીસે અંદાજિત 700થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચી હતી અને આરોપી અરમાનની ધરપકડ કરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે અરમાનનો ડાબો હાથ થોડો વાંકો હોવાના કારણે પોલીસ તેની સુધી પહોંચી હતી. પરંતુ પકડાયા બાદ આરોપી નેમુદ્દીને જે ખુલાસા કર્યા તે ચોંકાવનારા હતા.
સુરતના ઉધના બાળકી સાથે છેડતીનો મામલામાં પકડાયેલા આરોપી નિમુદ્દીનનું આજે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. એટલું જ નહિ, તેની પાસેથી જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી. ભર બજારમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ઘટના સ્થળથી દુર સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેને પકડવા માટે સુરત પોલીસે 700 થી વધુ સીસીટીવી ફંગોળ્યા હતા, તો 5 જેટલી ટીમો શોધખોળમાં લાગી હતી.
એક સોસાયટીમાં એક બાદ એક માત્ર 30 સેકન્ડની અંદર બે છોકરીની છેડતી કરનાર આરોપીએ પોલીસ સામે જે ખુલાસા કર્યા તે સાંભળી તમારું લોહી ઉકળી જશે. તેણે કહ્યું હતું કે, છોકરીઓ જોઉં છું તો કંઈક થઈ જાય છે! એટલું જ નહિ, તેના મોબાઈલમાંથી પોર્ન વીડિયો પણ મળી આવ્યા હતા. જેની એફએસએફ તપાસ કરવામાં આવશે.
શું બન્યો હતો બનાવ
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક જ સોસાયટીમાં આઠમી ડિસેમ્બરના રોજ સાંજે 7:30 થી 8:30 દરમિયાન બે બાળકીઓ ઘર પાસે રમી રહી હતી. એ દરમિયાન એક યુવાન ત્યાં આવી પહોંચ્યો હતો અને આ બાળકીને પોતાને બાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ યુવાની હરકતથી આ બાળકી ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી ભાગી છુટી હતી. આટલી ગંદી હરકત કરી હોવા છતાં આ યુવાને સામેથી આવતી બે અન્ય નાની બાળકીને પણ આ જ રીતે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બંને બાળકી પણ આ નરાધના હાથમાંથી બચીને ભાગી છુટ્ટી હતી સમગ્ર ઘટનાને લઈને સોસાયટીના પ્રમુખે ઉધના પોલીસ મથકમાં એક અરજી આપી હતી, જે અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જે રીતે સીસીટીવી સામે આવ્યા હતા. તે જોતા પોલીસની કામગીરી ઉપર અને પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઊભા કરે તેવા હતા જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને આ યુવાન સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી. પોલીસે આ વિસ્તારના અલગ અલગ 700થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે ઉન પાટીયા વિસ્તાર માં રહેતા આરોપી અરમાનના ઘર સુધી પહોંચી હતી. પરંતુ અરમાન ઘરે મળ્યો ના હતો અને તેની સાથે રહેતા સાથીદારોની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તે ઉન પાટીયા નજીક બેઠો છે. જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી અરમાનની ધરપકડ કરી હતી. અરમાન અગાઉ ભાથેનાં વિસ્તારમાં કામ કરતો હતો અને ત્યારબાદ ઉનપાટીયા વિસ્તારમાં તે કામ કરતો હતો. અરમાન ભાઠેના વિસ્તારથી વાંકેફ હતો અને અરમાનના એક ડાબો હાથ અગાઉથી થોડો વાંકો હતો જેના આધારે પોલીસ અરમાન સુધી પહોંચવામાં સફળતા મળી હતી.