રાજકોટ, શનિવાર
ગત 25 નવેમ્બરના રોજ કણકોટ મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટમાં એક લગ્નપ્રસંગ યોજાયો હતો, જેમાં PI સંજય પાદરિયાએ રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા પર હુમલો કર્યો હતો. PI પાદરિયા સામે હત્યાના પ્રયાસના આરોપમાં ફરીયાદ નોંધાઈ હતી, પરંતુ નવો વળાંક આવ્યો છે. PI પાદરિયાએ હવે તાલુકા પોલીસ મથકમાં જયંતી સરધારા વિરુદ્ધ ગુનો નોંધવાની અરજી કરી છે.
આ અરજીમાં PI પાદરિયાએ જણાવ્યું છે કે, જયંતી સરધારા ખોડલધામ અને પોલીસ વિભાગ વિષે ખોટી અને અપશબ્દો બોલતા ઊશ્કેરાઈ ગયા હતા. PI પાદરિયા અને તેમના સહકર્મીઓએ જયંતી સરધારા માટે સમજાવટ કરી હતી, પરંતુ તે ઉશ્કેરાઈ ગયા અને PI પર શારીરિક હુમલો કર્યો. PI પાદરિયા કહે છે કે, જયંતીભાઈએ તેમનું કાઠલો પકડીને તેમને ધક્કો માર્યો અને પાટા માર્યા હતા.
PI પાદરિયાએ વધુમાં જણાવ્યું કે, બનાવ બાદ જયંતીભાઈ ફરી તેઓના મથક પર પસાર થતા ફરી અપશબ્દો આપતા ગયા હતા. તેઓએ ખોટા દોષલાગણી અને નુકસાન પહોંચાડવા માટે જાતે ઈજા કરાઈ હોય તેવું PI પાદરિયાનું માનવું છે. આ દરમિયાન, એટલું જ નહિ તેઓ ગાડીમાં બેસીને જતા જતા પણ બોલતા ગયા હતા કે, ‘સંજલા હવે તારૂ આવી બન્યું છે, તારા ખોડલધામને કહેજે તને બચાવી લે અને હવે તારૂ મોત નીપજાવીને જ હું શાંતિથી બેસીશ’.
ઉપરોકત બનાવના દિવસે સંસ્થાનું નામ બદનામ ન થાય તેથી મેં ફરિયાદ કરવાનું ટાળ્યું હતુ અને જયંતીભાઈએ મારા વિરૂદ્ધ તદ્દન ઉપજાવી કાઢેલી અને ખોટી ફરિયાદ આપી છે. જેથી મેં મારી સાચી તપાસ કરવાની લેખીત રજૂઆતો જે તે અધીકારીઓને આપી છે. ઉપરોક્ત સંજોગોમાં આ મામલામાં PI પાદરિયા દ્વારા વિરુદ્ધ ગુનો નોંધવાની અરજી કરી છે અને આરોપીની તાત્કાલિક ધરપકડની માંગણી કરી છે.