રાજકોટ: લગ્ન સમારોહમાં યુવક પર છરી વડે હુમલો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

જૂની અદાવતને કારણે હુમલો, આરોપીની ધરપકડ

કોઠારિયા રોડ પર સ્વાતિ પાર્ક પાસે આદર્શ વાટિકા સોસાયટીમાં રહેતા અને યાજ્ઞિક રોડ પર ફ્લિપકાર્ટ ઓફિસમાં કામ કરતા યશ રાજેશભાઈ વરમોરા (21) ને ચાર શખ્સોએ માથા પર છરીના ઘા મારતા ગંભીર ઈજા થઈ હતી. માલવિયા નગર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે અને આરોપીને કસ્ટડીમાં લીધા બાદ વધુ તપાસ કરી રહી છે.

- Advertisement -

ફરિયાદમાં યશે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે લગભગ ૧૧ વાગ્યે તે નહેરુનગર લેન નંબર ૪ માં તેના મિત્ર વિક્રમ સિંહ જાડેજાના લગ્નમાં ગયો હતો. તે સમયે મારો મિત્ર જૈમિન ગાઝીપારા પણ મારી સાથે હતો. કરણ બોરીચા, શાહરૂખ કાસમ, જમાલ શેખ અને સિકંદર ઉર્ફે સિકલો સંધી પણ લગ્ન સમારોહમાં હાજર રહ્યા હતા. તેને અને તેના મિત્ર જૈમિનને જોઈને, આ ચારેય તેની પાસે આવ્યા અને કહ્યું, “અમે તમને વારંવાર કહ્યું છે કે તમે વિપુલ બગથરિયા સાથે કેમ મિત્ર છો. અમારી અને વિપુલ વચ્ચે દુશ્મનાવટ છે.”

તે જ સમયે, ચારેય આરોપીઓએ જૈમીનને ખેંચી લીધો અને તેને નિર્દયતાથી માર મારવાનું શરૂ કર્યું. જ્યારે તેણે દરમિયાનગીરી કરી, ત્યારે આરોપી ગુસ્સે થયો અને કહ્યું, “આજે હું તને મારી નાખીશ.” બાદમાં સિકંદર ઉર્ફે સિકલાએ તેના માથા પર છરી વડે હુમલો કર્યો, જ્યારે કરણે પણ છરી કાઢીને તેના માથા પર હુમલો કર્યો, જેના કારણે લોહી નીકળ્યું. આ દરમિયાન શાહરૂખ અને જમાલે પણ તેને બેફામ માર મારવાનું શરૂ કરી દીધું.

- Advertisement -

તે સમયે આરોપીએ ગાળો બોલીને કહ્યું કે, તું અમારા દુશ્મન વિપુલને કેમ ટેકો આપે છે? આટલું કહીને તેણે મને માર મારવાનું શરૂ કર્યું અને મારી નાખવાની ધમકી આપી. ઘટના બાદ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. આ સાથે ચારેય આરોપીઓ ત્યાંથી ભાગી ગયા. તેના મિત્ર જૈમિને તેના બીજા મિત્ર વિપુલને ફોન કર્યો. આ પછી, યશને એક ખાનગી વાહનમાં બેસાડીને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ફરિયાદમાં યશે વધુમાં જણાવ્યું હતું કે તેના મિત્ર વિપુલનો આરોપી કરણ અને શાહરૂખ સાથે જૂનો વિવાદ હતો. મિત્ર હોવાથી, તે વિપુલને ટેકો આપી રહ્યો હતો, જે આરોપીને ગમ્યું નહીં. આનાથી ગુસ્સે ભરાયેલા આરોપીએ તેના પર છરી વડે હુમલો કર્યો.

Share This Article