નવી દિલ્હી, તા. 18 : ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને નતાશા સ્ટેનકોવિકની જોડી અલગ પડી ગઇ છે. ઇન્સ્ટાગ્રામ પર ગુરુવારે તલાકની ઘોષણા સાથે હાર્દિકે કહ્યું હતું કે, હવે હું અને નતાશા મળીને પુત્ર અગત્સ્યને દરેક ખુશી દેવાની કોશિશ કરીશું. ચાર વર્ષ સાથે રહ્યા પછી આ ફેંસલો કર્યો છે.
અમે સાથે મળીને બહુ જ પ્રયાસ કર્યો હતો. હવે બંનેને લાગે છે કે અલગ થવામાં જ અમારી ભલાઇ છે તેવું પંડયાએ જણાવ્યું હતું. વિશ્વકપ જીત પર નતાશાએ કોઇ જ પોસ્ટ કે ટિપ્પણી કરી નહોતી.
ઘણા દિવસથી તલાકની વાતો સામે આવતી હતી. નતાશાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, જેમાં એક બેગ અને ઘરની તસવીર હતી. આ પોસ્ટથી તેણે પોતાના ઘર સર્બિયા પરત જવા તરફ ઇશારો કર્યો હતો.