Allu Arjun 175 Cr Deal: અલ્લુ અર્જુનની નવી ફિલ્મ માટે 175 કરોડની ડીલ? ચર્ચા જોર પર

Arati Parmar
By Arati Parmar 1 Min Read
Allu Arjun 175 Cr Deal: અલ્લુ અર્જુનને  ફિલ્મ સર્જક એટલીની આગામી ફિલ્મ માટે ૧૭૫ કરોડ રુપિયા ચૂકવાયા હોવાનો દાવો થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ કોઈપણ ભારતીય એક્ટરને એક ફિલ્મ માટે ચૂકવાયેલી આ સૌથી મોટી રકમ છે.

અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ ફિલ્મના બંને ભાગે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડયા છે. તે પછી તે પાન ઈન્ડિયા સૌથી લોકપ્રિય કલાકાર મનાય છે.

એટલીની આ ફિલ્મનું શૂટિંગ આવતા ઓગસ્ટ માસથી શરુ થશે એમ મનાય છે.

- Advertisement -

બોલીવૂડમાં શાહરુખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમાર હાઈએસ્ટ પેઈડ એકટર્સ મનાય છે. શાહરુખ એક ફિલ્મ માટે ૧૫૦ કરોડ રુપિયા ફી લેતો હોવાનું કહેવાય છે.

અક્ષય કુમાર આશેર ૧૩૦ કરોડ રુપિયા અને સલમાન ખાન આશરે ૧૦૦ કરોડ રુપિયા લેતો હોવાનું કહેવાય છે.

જોકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર મોટા સ્ટાર્સને ઘણી વખત એક સિંગલ એમાઉન્ટ ફી પેટે મળતી હોતી નથી. તેને બદલે તેઓ  ફિલ્મ વિતરણમાં ભાગીદારી  કે નફામાં ભાગ જેવા તરીકા પણ અપનાવે છે. અક્ષય કુમાર તો હવે તેની મોટાભાગની  ફિલ્મોમાં સહ નિર્માતા બની જાય છે.

Share This Article