Anurag Kashyap Leaves Mumbai: ફિલ્મમેકર-એક્ટર અનુરાગ કશ્યપ ખૂબ ચર્ચામાં છે. તે એટલા માટે કેમ કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર પોતાનું ઘર વસાવી ચૂક્યો છે. અનુરાગે મુંબઈ તો છોડી જ દીધું છે, સાથે જ બોલિવૂડને પણ અલવિદા કહી દીધું છે. છેલ્લા અમુક સમયથી અનુરાગ બોલિવૂડના બદલાતાં કલ્ચર અને વાતાવરણને લઈને અવાજ ઉઠાવી રહ્યો હતો. તેનું કહેવું હતું કે ઈન્ડસ્ટ્રી હવે માત્ર નફો કમાવવા વિશે વિચારે છે. આર્ટનું સિનેમામાં હવે કોઈ સ્થાન વધ્યું નથી.
અનુરાગ કશ્યપે છોડ્યું મુંબઈ
અનુરાગે મુંબઈ છોડીને પોતાનું ઘર કોઈ અન્ય શહેરમાં બનાવી લીધું છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં અનુરાગે કહ્યું કે ‘હું મુંબઈ છોડી ચૂક્યો છું. હું ફિલ્મી લોકોથી દૂર રહેવા માગું છું. ઈન્ડસ્ટ્રી હવે ખૂબ ટોક્સિક થઈ ચૂકી છે. દરેક અદ્ભુત ટાર્ગેટ સેટ કરી રહ્યા છે અને તેને મેળવવા દોડી રહ્યાં છે. દરેકે પોતાની ફિલ્મથી 500-800 કરોડ કમાવવા છે. ઈન્ડસ્ટ્રીમાં જે પહેલા ક્રિએટીવ બાબતો હતી, તે હવે જોવા પણ મળી રહી નથી. હું મારા નવા ઘરનું પહેલું ભાડું પણ ભરી ચૂક્યો છું. જોકે, કયા શહેરમાં અનુરાગે પોતાનું ઘર બનાવ્યું છે, તે વિશે જણાવવાનો ઈનકાર કરી દીધો.
સૂત્રોના જણાવ્યા અનુસાર અનુરાગ બેંગ્લુરુ શિફ્ટ થયો છે. છેલ્લા ઘણા દાયકાથી અનુરાગ મુંબઈમાં રહી રહ્યો હતો. સિટીને છોડીને બીજા શહેરમાં ઘર બનાવવાની વાત પર અનુરાગે કહ્યું- એક શહેર માત્ર સ્ટ્રક્ચરથી નહીં, પરંતુ લોકોથી પણ બને છે. મુંબઈમાં લોકો તમને નીચે પાડે છે. મે એકલા આ નિર્ણય લીધો નથી. ઘણા ફિલ્મમેકર્સ મારા પહેલા આ શહેરને છોડી ચૂક્યા છે.
મેન્ટલ પીસમાં ડાયરેક્ટર
સૌથી વધુ લોકો દુબઈમાં જઈને સેટ થયા છે. તે બાદ લંડન, પોર્ટુગલ, યુએસ અને જર્મનીમાં પણ ઘણા ફિલ્મમેકર્સ પોતાનું ઘર બનાવી ચૂક્યા છે. ઘણા મેનસ્ટ્રીમ ફિલ્મમેકર્સ છે જે આવું કરી ચૂક્યા છે. કોઈ નાના-મોટા લોકોએ આ નિર્ણય લીધો નથી. શહેર બદલ્યા બાદ મારું જીવન ખૂબ બદલાયું છે. હું ઓછું બર્ડન અનુભવું છું. સમય છે. મેન્ટલ સ્પેસ છે. ફોકસ સાથે હું પોતાના પ્રોજેક્ટ પર કામ કરી શકું છું. શારીરિક અને ઈમોશન વેલબીંગ પણ શ્રેષ્ઠ છે. મે દારુ પીવાનું છોડી દીધું છે. હું એક મલયાલમ અને હિન્દી ફિલ્મ ડાયરેક્ટ કરવાનું વિચારી રહ્યો છું. સાથે જ તમિલ ફિલ્મમેકિંગ વિશે પણ વિચારું છું.’