Deepika Padukone: ઓસ્કરમાં ભારતની અવગણના પર દીપિકા પદુકોણે વ્યક્ત કરી નારાજગી

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Deepika Padukone: દીપિકા પદુકોણે ઓસ્કર એવોર્ડમાં ભારતીય ફિલ્મોની જાણી જોઈને ભારે અવગણના કરાતી હોવાનો આક્ષેપ કરી નારાજગી વ્યક્ત કરી છે.

દીપિકાએ કહ્યું છે કે ઓસ્કરમાં વારંવાર ભારતીય ફિલ્મોની અવગણના થઈ રહી છે. ભારતીય પ્રતિભાઓની તેઓ જોઈએ તેવી કદર કરી રહ્યા નથી.

- Advertisement -

દીપિકાએ ‘આરઆરઆર’ ફિલ્મને ઓસ્કર એવોર્ડ મળ્યો તે ક્ષણો યાદ કરી હતી. તે વખતે દીપિકા આ એવોર્ડઝની પ્રેઝન્ટર તરીક ેહતી. તેણે કહ્યું હતું કે એ સમયે પોતે ખરેખર ભાવુક થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કિરણ રાવે બનાવેલી ફિલ્મ ‘લાપત્તા લેડીઝ’ તથા પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઈમેજિન એઝ લાઈટ’ની દેશવિદેશમાં ભારે પ્રશંસા થવા છતાં પણ ઓસ્કરની હોડમાંથી આ ફિલ્મો બહાર થઈ ગઈ હતી.

- Advertisement -

યોગાનુયોગે હજુ થોડા દિવસો પહેલાં જ અભિનેત્રી કંગના રણૌતે પણ પોતાને ઓસ્કરની કોઈ જરુર નથી તેમ કહી ઓસ્કર એવોર્ડઝની ટીકા કરી હતી.

Share This Article