Dharmendra Eye Surgery: 89 વર્ષના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રની આંખોનું ઓપરેશન થયું છે. તેઓ મુંબઈની એક હોસ્પિટલની બહાર નજર આવ્યા. તેમની ડાબી આંખમાં બેન્ડેજ લાગેલી હતી. ધર્મેન્દ્રને જોઈને ચાહકો પરેશાન થઈ ગયા પરંતુ ગભરાવાની જરૂર નથી. તેમની આંખોનું ઓપરેશન થયુ હતુ. હવે તે પહેલા કરતાં સારું અનુભવી રહ્યાં છે. રિકવર થઈ રહ્યાં છે.
હોસ્પિટલની બહાર પેપ્સે તેમને જોયા તો ખબર-અંતર પૂછવા લાગ્યા. ધર્મેન્દ્રએ કહ્યું ‘હું હજુ ખૂબ સ્ટ્રોન્ગ છું. હજુ ધર્મેન્દ્રમાં ખૂબ તાકાત છે. મારી આંખ આઈ ગ્રાફ્ટ થઈ ગઈ છે. હું મજબૂત છું.’
ચાહકો એક્ટરના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. યુઝર્સે કમેન્ટ કરી તેમને ખૂબ પ્રેમ આપ્યો છે. એક્ટરની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘તેરી બાતોં મેં એસા ઉલજા જિયા’ હતી. તેમાં કૃતિ સેનન અને શાહિદ કપૂર લીડ રોલમાં હતાં.