Film Laapataa Ladies Faces Plagiarism: ‘લાપત્તા લેડીઝ’ અરબી શોર્ટ ફિલ્મની નકલ? કિરણ રાવ પર ગંભીર આરોપ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Film Laapataa Ladies Faces Plagiarism: કિરણ રાવની ફિલ્મ ‘લાપત્તા લેડીઝ’ લોકોને ખુબ પસંદ આવી હતી. ફિલ્મને થીયેટરમાં ખુબ વખાણવામાં આવી હતી. તેની સાથે ફિલ્મની ઓટીટી પર પણ બહુ પ્રશંસા થઇ હતી. ફિલ્મને આઈએમડીબી પર 8.4 ની રેટિંગ મળી હતી. એવામાં આટલી સારી ફિલ્મ વિષે કોઈ એવું કહે કે આ ફિલ્મ ઓરીજીનલ નથી પણ સિન ટૂ સિન કોપીડ છે તો કેવું લાગે! કારણકે સોશિયલ મીડિયા પર હાલમાં કઈક એવો જ વિવાદ ચાલી રહ્યો છે. અમુક સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ‘લાપત્તા લેડીઝ’ ફિલ્મ અરબી શોર્ટ ફિલ્મ ‘બુર્કા સિટી’ ની કોપી છે.

શોર્ટ ફિલ્મ ‘બુર્કા સિટી’ની સ્ટોરી

- Advertisement -

વર્ષ 2019 માં ફિલ્મ ‘બુર્કા સિટી’ રિલીઝ થઇ હતી, આ ફિલ્મ 19 મિનીટની છે. વાર્તામાં મિડલ ઈસ્ટના સીન દેખાડવામાં આવ્યા છે, જ્યાં એક વ્યક્તિના નવા લગ્ન થયા હોય છે અને તેની પત્ની બીજી મહિલા સાથે બદલાય જાય છે કારણકે બંને મહિલાઓએ બુરખો પહેર્યો હોય છે. આ શોર્ટ ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે . બિલકુલ આવી જ કઈક વાર્તા ‘લાપત્તા લેડીઝ’ ફિલ્મની પણ છે, કિરણ રાવ નિર્દેશિત ફિલ્મ ‘લાપત્તા લેડીઝ’માં પણ બે દુલ્હનો બદલાઈ જાય છે કારણકે બંનેએ માથે ઘૂંઘટ ઓઢ્યો હોય છે. જો આના સિવાય પણ ફિલ્મના ઘણા સીન સરખા જ છે.

પહેલા પણ લાગ્યા હતા ચોરીના આરોપ

- Advertisement -

જયારે ફિલ્મ ‘લાપત્તા લેડીઝ’ રિલીઝ થઇ હતી ત્યારે ડાયરેકટર અનંત મહાદેવે પણ આ ફિલ્મને લઈને કિરણ રાવ પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. અનંતે એવું કહ્યું કે વર્ષ 1999માં મેં એક ફિલ્મ બનાવી હતી, જેનુ નામ ‘ઘૂંઘટ કે પટ ખોલ’ હતું . આ ફિલ્મની વાર્તામાં પણ બે દુલ્હનો બદલાય જાય છે અને પોતાના અસ્તિત્વને શોધે છે. એ સમયે પણ કિરણ રાવ અને આમિર ખાન આ બાબતે ચુપ હતા.

ગુસ્સામાં આવ્યા સોશિયલ મીડિયા યુઝર્સ

- Advertisement -

સોશિયલ મીડિયા પર તમામ એવી પોસ્ટ વાઇરલ થઇ રહી છે જેમાં આ ફિલ્મ બુર્કા સિટી પરથી કોપીડ છે એવા દાવા થઇ રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુસરે લખ્યું કે, ‘આ તો સાચે જ કોપી કરેલી ફિલ્મ લાગે છે. લાંબા સમય પછી કોઈ ફિલ્મ ગમી હતી અને એ ફિલ્મ પણ કોપીડ નીકળી. આ ઓરિજીનલ કોન્સેપ્ટ નથી’. તો કોઈએ યુઝર્સનું કહ્યું કે ,’ કોઈ ફિલ્મ પરથી પ્રેરણા લેવી ખોટી વાત નથી, પણ જેમનો આઈડિયા છે એમને ક્રેડીટ તો આપવું હતું’. આ મામલે હજુ સુધી લાપત્તા લેડીઝના મેકર્સએ કોઈ પ્રતિસાદ આપ્યો નથી, જેથી ઓડીયન્સ પણ નિરાશ છે.

 

Share This Article