Film Sikandar Climax Leak: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદર અત્યારે ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મનું ગીત ‘બમ બમ ભોલે’ રિલીઝ થયું. આ ગીત દ્વારા ન માત્ર હોળીનો જશ્ન બતાવવામાં આવ્યો પરંતુ ફિલ્મની ઈમોશનલ કહાનીની એક ઝલક પણ જોવા મળી. ચાહકો આ ગીતને જોઈને ફિલ્મની કહાનીને લઈને અટકળો લગાવ્યા લાગ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે હવે ફિલ્મ સિકંદરનું ક્લાઈમેક્સ રિવીલ થઈ ચૂક્યું છે.
‘બમ બમ ભોલે’ એ વધારી ચાહકોની ઉત્સુકતા
ગીતમાં સલમાન ખાન લાલ વસ્ત્રોમાં ખૂબ દમદાર લુકમાં નજર આવી રહ્યો છે. ત્યાં તેની આંખોમાં આંસુ નજર આવી રહ્યાં છે, જેનાથી એ સંકેત મળી રહ્યો છે કે ફિલ્મમાં કોઈ મોટો ઈમોશનલ ટ્વિસ્ટ આવવાનો છે. ગીતમાં રશ્મિકા મંદાનાને રહસ્યમયી અંદાજમાં દર્શાવવામાં આવી છે. જેનાથી ચાહકોને શંકા છે કે તેનું પાત્ર ફિલ્મમાં મૃત્યુ પામી શકે છે. કાજલ અગ્રવાલની અચાનક એન્ટ્રીએ આ થિયરીને વધુ મજબૂત કરી દીધી છે કે ફિલ્મની કહાની એક દર્દનાક પ્રેમ કહાનીની હોઈ શકે છે.
શું ‘ગજની’ જેવી હશે ‘સિકંદર’ ની કહાની?
સલમાનની ફિલ્મના આ ગીતના આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકોની પ્રતિક્રિયાઓ ઝડપી થઈ ગઈ છે. ઘણા યુઝર્સનું માનવું છે કે ફિલ્મની કહાની એ.આર.મુરુગદૉસની ગજનીથી પ્રેરિત હોઈ શકે છે. એક યુઝરે લખ્યું, ‘#Sikandar માં રશ્મિકા ઉર્ફે સાઈશ્રીનું મોત થઈ જાય છે અને કાજલ અગ્રવાલ ફિલ્મમાં સલમાનની બીજી લવ ઈન્ટરેસ્ટ હશે. 100% પાક્કો મુરુગદોસ એક ઈમોશનલ ફિલ્મ લઈને આવી રહ્યો છે. એક અન્ય યુઝરે ટ્વિટ કરી, ‘સ્પોઈલર એલર્ટ: ભાઈ સમગ્ર ગીતમાં રશ્મિકાને માત્ર ઈમેજિન કરી રહ્યો છે. ફિલ્મમાં તેનું મોત થઈ જાય છે અને કાજલ તેની નવી પ્રેમિકા હોય છે.’
સલમાન માટે વધુ એક ઈમોશનલ કેરેક્ટર?
ચાહકોનું માનવું છે કે સિકંદર માત્ર એક એક્શન ફિલ્મ હશે નહીં પરંતુ તેમાં એક ગાઢ ઈમોશનલ કહાની થશે, જે સલમાન ખાનના પાત્રને સંપૂર્ણરીતે બદલીને મૂકી દેશે. એક યુઝરે લખ્યું, ‘#Sikandar નું ગીત #BamBamBholeએ મારી એક્સાઈમેન્ટને વધારી દીધી છે. આશા છે કે એ.આર. મુરુગદોસ આ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવશે.’
ફિલ્મની રિલીઝ ડેટ 28 માર્ચ 2025 નક્કી કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી મેકર્સે ફિલ્મની કહાનીને લઈને કોઈ સત્તાવાર જાણકારી આપી નથી. જોકે ચાહકોની ઉત્સુકતાને જોતાં એટલું નક્કી છે કે સિકંદર આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંથી એક હશે. હવે જોવાનું એ છે કે શું ખરેખર રશ્મિકાનું પાત્ર ફિલ્મમાં મરી જશે કે આ માત્ર એક છેતરપિંડી છે જે ચાહકોને ગીતમાં બતાવવામાં આવ્યું છે.