Hrithik Roshan: પિતા રાકેશ રોશનને પગલે હૃતિક રોશન પણ હવે એક્ટિંગ બાદ દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવી રહ્યો છે. તેણે ‘ક્રિશ ફોર’નું દિગ્દર્શન જાતે કરવાનું નક્કી કર્યું છે. વધુમાં, આ ફિલ્મનું બજેટ બહુ જ વધારે હોવાથી રાકેશ રોશને ફિલ્મ નિર્માણમાં આદિત્ય ચોપરાનો સહયોગ મેળવ્યો છે.
ફિલ્મની સ્ક્રિપ્ટને ફાઇનલ કરી દેવામાં આવી છે. તેમજ પ્રી-પ્રોડકશન વર્ક પણ ઝડપથી પુરુ કરવામાં આવી રહ્યું છે. ચર્ચા અનુસાર ક્રિષ ૪નું શૂટિંગ ૨૦૨૬થી શરૂ કરવામાં આવશે. રાકેશ રોશને ફિલ્મનું દિગ્દર્શનનું સુકાન પુત્રને આપ્યું છે. તેણે સોશિય મીડિયા પર લખ્યું હતું કે પચ્ચીસ વર્ષ પહેલાં મેં તને એક્ટર તરીકે લોન્ચ કર્યો હતો. હવે તને ડાયરેક્ટર તરીકે લોન્ચ કરતાં મને ખુશી થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે રાકેશ રોશને એક એક્ટર તરીકે જ ફિલ્મ કારકિર્દી શરુ કરી હતી. જોકે ,બાદના વર્ષોમાં તે ફિલ્મ સર્જન તરફ વળ્યો હતો અને ૮૦ તથા ૯૦ના દાયકામાં અનેક હિટ ફિલ્મોનું સર્જન કર્યું હતું.