Kannada film industry : ફિલ્મપ્રેમીઓ માટે ખુશખબર! હવે આ રાજ્યમાં ટિકિટ ₹200થી વધુ નહીં

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Kannada film industry : કન્નડ ફિલ્મ જગતની લાંબા સમયથી ચાલી આવતી માંગણી આખરે પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે કન્નડ ફિલ્મ ક્ષેત્રને હવે ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવશે, જેમાં ઔદ્યોગિક નીતિ હેઠળ સુવિધાઓ ફિલ્મ ઉદ્યોગને આપવામાં આવશે. રાજ્ય સરકારે મૂવી ટિકિટ પર કિંમત મર્યાદા લાદી છે, જે 200 રૂપિયાથી વધુ નહીં હોય.

ટિકિટની મહત્તમ કિંમત 200 રૂપિયા સુધી મર્યાદિત રહેશે
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે સિનેમા પ્રેમીઓ માટે એક મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકારે મૂવી ટિકિટ પર કિંમત મર્યાદા લાદી છે, જે 200 રૂપિયાથી વધુ નહીં હોય. એટલે તેનો મતલબ કે, હવે મલ્ટીપ્લેક્સ સહિત રાજ્યના તમામ થિયેટરોમાં ફિલ્મની ટિકિટની મહત્તમ કિંમત 200 રૂપિયા સુધી મર્યાદિત રહેશે. સરકારનો આ નિર્ણય રાજ્યમાં પ્રદર્શિત થતી બધી ભાષાઓની ફિલ્મો પર લાગુ થશે.

- Advertisement -

જોકે, એ જોવાનું બાકી છે કે આનો અમલ થશે કે નહીં, કારણ કે સિદ્ધારમૈયાના અગાઉના કાર્યકાળ દરમિયાન જારી કરાયેલા સમાન આદેશને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને તેને લાગુ કરી શકાયો ન હતો. આ બજેટમાં કન્નડ સિનેમાને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાંનો સમાવેશ થાય છે. તેમજ કન્નડ ફિલ્મો પ્રદર્શિત કરવા માટે એક OTT પ્લેટફોર્મ બનાવવામાં આવશે.

કર્ણાટક ફિલ્મ એકેડમીની 2.5 એકર જમીન પર મલ્ટિપ્લેક્સ મૂવી થિયેટર વિકસાવાશે

- Advertisement -

મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે શહેરના નંદિની લેઆઉટમાં કર્ણાટક ફિલ્મ એકેડમીની માલિકીની 2.5 એકર જમીન પર જાહેર ખાનગી ભાગીદારી (PPP) હેઠળ એક મલ્ટિપ્લેક્સ મૂવી થિયેટર કોમ્પલેક્ષ પણ વિકસાવવામાં આવશે. તેમજ પીપીપી મોડલ હેઠળ 500 કરોડ રૂપિયાના ખર્ચે મૈસુરમાં ઈન્ટરનેશનલ લેવલની ફિલ્મ સિટી વિકસાવવા માટે 150 એકર જમીન માહિતી અને જનસંપર્ક વિભાગને ટ્રાન્સફર કરવામાં આવી છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, ‘સામાજિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યો દર્શાવતી ફિલ્મોને સાચવવા માટે 3 કરોડ રૂપિયાના ખર્ચે ડિજિટલ અને નોન-ડિજિટલ બંને ફોર્મેટમાં કન્નડ ફિલ્મોને સાચવવામાં આવશે.’

- Advertisement -

Share This Article