Manoj Kumar passes away: દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું અવસાન, 87 વર્ષની વયે દેશભક્તિની ફિલ્મોના નાયક વિદાય પામ્યા

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Manoj Kumar passes away:  ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમાર જે ખાસ કરીને તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા તેમનું નિધન થઇ ગયું છે. તેમને ભારત કુમાર નામે પણ ઓળખવામાં આવતા હતા. તેમણે 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

બોલિવૂડ અને ચાહકોમાં શૉકની લાગણી 

- Advertisement -

મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તમામ ફેન્સ અને સેલિબ્રિટીને પણ આ સમાચાર સાંભળી આઘાત લાગ્યો છે. લોકો તેમના નિધન પર શૉક વ્યક્ત કરી રહ્યા છે.

કઇ કઈ ફિલ્મોમાં કામ કર્યું હતું 

- Advertisement -

મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ ઔર પશ્ચિમ, નસીબ, મેરી આવાજ સુનો, નીલ કલમ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ, સુહાગ સુંદર, રેશમી રુમાલ જૈવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને નેધનલ એવોર્ડ, પદ્મ શ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.

1957 માં ડેબ્યૂ 

- Advertisement -

દિગ્ગજ અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. 1965નું વર્ષ તેમની કારકિર્દી માટે એક મોટું ગેમચેન્જર સાબિત થયું હતું. એ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ શહીદએ તેમના કરિયરને વધુ મજબૂતી આપી. આ પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ભૂમિકા ગમે તે હોય, તે રૂપેરી પડદે પાત્રને જીવી બતાવતા હતા.

Share This Article