હોલીવૂડમાં બ્રોકોલી ફેમિલી સિવાયના કોઈ સર્જકોએ જેમ્સ બોન્ડ સીરિઝ પર ફિલ્મ બનાવી હોય તેવું કદાચ પહેલીવાર બની રહ્યું છે તેવું હોલીવૂડના મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે. આ ફેમિલી ૧૯૬૦થી અત્યાર સુધીમાં જેટલી પણ બોન્ડ ફિલ્મો બની છે તેના નિર્માણમાં એક અથવા તો બીજી રીતે સંકળાયેલું રહ્યું છે. જોકે, આ વખતે બાર્બરા બ્રોકોલી અને એમેઝોન એમજીએમ વચ્ચે બોન્ડ સીરિઝની નવી ફિલ્મ બનાવવાના કરાર થયા છે.
એમી પેસ્કલ અને ડેવિડ હેયમેનએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે પોતે જેમ્સ બોન્ડ સીરિઝના વારસાને આગળ વધારવાની કેવી મોટી જવાબદારી લઈ રહ્યા છે તેનાથી વાકેફ છે. તેમણે ખાતરી આપી હતી કે તેઓ બોન્ડ ફિલ્મોના ચાહકોને નિરાશ નહિ કરે.
આ સાથે જ નવો જેમ્સ બોન્ડ કોણ બનશે તે અંગે પણ હોલીવૂડ મીડિયામાં જુદા જુદા કલાકારોની અટકળો શરુ થઈ ગઈ છે. દેખીતી રીતે જ નિર્માતાઓ ડેનિયલ ક્રેગનો કોઈ મજબૂત વિકલ્પ શોધી રહ્યા છે.