Pratik Gandhi Phule film: પ્રતીક ગાંધીની ‘ફૂલે’ ફિલ્મને નોટિસનો ઝટકો, રિલીઝ તારીખમાં થયો ફેરફાર

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Pratik Gandhi Phule film: પ્રતીક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ ‘ફુલે’ને અલગ અલગ બ્રાહ્મણ સંગઠનો તરફથી નોટિસો મળતાં આ ફિલ્મની રીલિઝ પાછી ઠેલવામાં આવી છે.

ફિલ્મ અગાઉ તા. ૧૧મી એપ્રિલે રીલિઝ થવાની હતી પરંતુ હવે તે પચ્ચીસમી એપ્રિલે રીલિઝ કરાશે.

ફિલ્મના સર્જક અનંત મહાદેવનના દાવા અનુસાર મહાત્મા જ્યોતિબા ફુલેના જીવન પર આધારિત આ ફિલ્મનાં ટ્રેલર બાદ કેટલીક ગેરસમજ ફેલાઈ છે. તેથી અમને બ્રાહ્મણ સંગઠનોની નોટિસો મળી છે. આથી, તેમની ગેરસમય ટાળવા માટે અમે રીલિઝમાં થોડો સમય લઈ રહ્યા છીએ. દરમિયાન ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર તા. ૧૦મી એપ્રિલે સની દેઓલની ‘જાટ’ ફિલ્મ રીલિઝ થવાની હોવાથી તેની સાથે ટક્કર  ટાળવા માટે આ ફિલ્મ પાછી ઠેલવામાં આવી હોય તે બનવા જોગ છે.

Share This Article