Pushpa 2 Box Office Collection Day 18 : આજથી 18 દિવસ પહેલા અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ ‘પુષ્પા 2’ રીલિઝ કરવામાં આવી હતી. ત્યારે કોઈને ખબર નહોતી કે, આ ફિલ્મ ભારતીય ભાષાની સૌથી મોટી ફિલ્મ બની જશે. 5મી ડિસેમ્બરે રિલીઝ થયેલી પુષ્પા 2 એ આજે એટલે કે 22મી ડિસેમ્બરને ઐતિહાસિક બનાવી દીધો છે.
દિગ્દર્શક સુકુમારના નિર્દેશનમાં બનેલી 2021ની પુષ્પા ધ રાઇઝનો બીજો ભાગ પુષ્પા 2 ધ રૂલ એ આજે 18મા દિવસે દેશની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મે બાહુબલી 2 નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આવો જાણીએ કે બાહુબલી 2 નો રેકોર્ડ તોડ્યા બાદ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે.
પુષ્પા 2 બોક્સ ઓફિસ કલેક્શન
અલ્લુ અર્જુનની પુષ્પા 2 એ 4 ડિસેમ્બરે તેના પ્રીમિયરથી રૂ. 10.65 કરોડની કમાણી કર્યા પછી રોજ કેટલી કમાણી કરી છે તેનો દૈનિક ડેટા સકનીલ્ક પર આપવામાં આવ્યા છે તે પ્રમાણે નીચેના કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ આંકડા બપોરે 3.25 વાગ્યા સુધીના છે, અને અત્યાર સુધીના ફાઈનલ નથી. આમાં ફેરફાર થઈ શકે છે.
દિવસ – કમાણી (રૂ. કરોડ)
પહેલો દિવસ 164.25
બીજો દિવસ 93.8
ત્રીજો દિવસ 119.25
ચોથો દિવસ 141.05
પાંચમો દિવસ 64.45
છઠ્ઠો દિવસ 51.55
સાતમો દિવસ 43.35
આઠમો દિવસ 37.45
નવમો દિવસ 36.4
દશમો દિવસ 63.3
અગિયારમો દિવસ 76.6
બારમો દિવસ 26.95
તેરમો દિવસ 23.35
ચૌદમો દિવસ 20.55
પંદરમો દિવસ 17.65
સોળમો દિવસ 14.3
સત્તરમો દિવસ 25
અઢારમો દિવસ 14.3
કુલ 1043.95