નવી દિલ્હી, 11 ડિસેમ્બર: અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ એ છ દિવસમાં વિશ્વભરમાં 1,000 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને આ આંકડો પાર કરનારી સૌથી ઝડપી ભારતીય ફિલ્મ બની ગઈ છે.
સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2021ની ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની સિક્વલ છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે હિન્દી, તમિલ, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ હતી.
ફિલ્મ પ્રોડક્શન કંપની ‘Mythri Movie Makers’એ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “સૌથી મોટી ભારતીય ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. ‘પુષ્પા-2 ધ રૂલ’ છ દિવસમાં રૂ. 1000 કરોડની કમાણી કરીને આ આંકડો પાર કરનારી સૌથી ઝડપી ભારતીય ફિલ્મ બની ગઈ છે.
‘પુષ્પા 2’ 1000 કરોડની કમાણી કરીને ‘દંગલ’, ‘બાહુબલી 2’, ‘કલ્કી 2898 એડી’, ‘RRR’, ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.