Rashmika Mandanna: રશ્મિકા મંદાના અને આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘થામા’નું શૂટિંગ દોઢ મહિનાના બ્રેક પછી ફરી શરૂ થઇ ગયું છે. લગભગ દોઢ મહિના પહેલા રશ્મિકા મંદાનાના પગમાં ઇજા થઇ હતી. ત્યારથી આ ફિલ્મનું શૂટિંગ થંભી ગયું હતું. પરંતુ હવે રશ્મિકા મંદાના અને આયુષ્માન ખુરાના દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યા છે. દોઢ મહિનાનો સમય વેડફાયો હોવાથી હવે ફિલ્મની ટીમ જોર-શોરથી કામ કરી રહી છે.
મૂળ પ્લાનિંગ અનુસાર ફિલ્મનું અડધુ શૂટિંગ જાન્યુઆરી મહિનામાં જ પૂર્ણ થઈ જવાનું હતું. પરંતુ રશ્મિકા મંદાનાને પગમાં ઇજા થવાથી સમગ્ર શિડયૂલ ખોરવાયું હતું. હવે આગામી એપ્રિલમાં શિડયૂલ પૂર્ણ થશે.
ફિલ્મ ‘થામા’માં નવાઝુદ્દીન સિદ્દીકી વિલનના રોલમાં જોવા મળવાનો છે. ફિલમમાં પરેશ રાવલ સહિતના કલાકારો છે. ફિલ્મ મોટાભાગે આગામી દિવાળીએ રજૂ થવાની ધારણા છે.