Salman With Sikandar: ઇદ પર સલમાનની ‘સિકંદર’ સાથે ચાહકોને નિરાશા!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Salman With Sikandar: સલમાન ખાનની કારકિર્દી માટે એક સફળ-હિટ ફિલ્મની તાતી જરૂર છે. પરંતુ તેનો જાદુ હવે રૂપેરી પડદાથી ઓસરવા લાગ્યો હોય તેમ જણાઇ રહ્ય ું છે.હાલની તેની રિલીઝ થયેલી ફિલ્મ સિકંદરે તેના ચાહકોની અપેક્ષા પર પાણી ફેરવી દીધું છે.તેમ છતાં આ ફિલ્મને ઓપનિંગ સારી મળી છે. તેણે ૩૦.૦૬ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું છે. આ આંકડા અનુમાન કરતાં વધુ છે, પરંતુ સલમાન ખાનની ફિલ્મ હોવાથી ઓછું કલેકશનમાનવામાં આવી રહ્યું  છે.

તેની  ફિલ્મ જોવા માટે તેના ચાહકો ઉત્સાહિત અને લાંબા સમયથી રાહ જોતા હોય છે. અભિનેતાનો એક અલગ જ ચાહક વર્ગ છે જેઓ સલમાન ખાનની ફિલ્મ જોવા ઊમટી પડતાં હોય છે. પરંતુ સલમાન ખાને આ વખતે પણ પોતાના ચાહકોને નિરાશ કર્યા છે. દિગ્દર્શક એ આર મુરુગદોસ પોતાના ડિરેકશનમાં નબળો પુરવાર થયો છે. જોકે તેમ છતાં તેની ફિલ્મે અનુમાન કરતાં ઓપનિંગમાં સારી કમાણી કરી છે.

- Advertisement -

સલમાન ખાનની ફિલ્મ સિકંદર માટે સહુ કોઇને અપેક્ષા હતી. પરંતુ અભિનેતાએ પોતાના ચાહકો તેમજદર્શકોને નિરાશ કર્યા છે.મોટા ભાગે આ ફિલ્મને ૨ થી અઢી સ્ટાર જ મળ્યા છે. એ આર મુરુગાદોસ વાર્તામાં નવીનતા લાવી શક્યો ે નથી. તેમજ ફિલ્મના પાત્રોને ઉપસાવવામાં કમજોેર પુરવાર થયો છ.ે

ફિલ્મની ર્વાર્તામાંના ઘણા પાત્રોનો સમુચિત વિકાસ થઇ શક્યો નથી તે સ્પષ્ટ થાય છે. નબળી વાર્તા અને ઢીલા સ્ક્રીપ્લેના કારણેે ફિલ્મ પ્રભાવ જમાવી શકતી નથી. જોકે એકશન દ્રશ્યોને સારી રીતે કંગારવામાં આવ્યા છે. ફિલ્મના ઘણા એકશન દ્રશ્યોમાં ઇમોશન જોડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે પરંતુ લોકોને જકડી રાખવામાં સફળ થઇ શક્યા નથી.

Share This Article